<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd December 2025

ભાવનગરમાં ટ્રકે હડફેટે લેતા ખેડૂતવાસના એક્‍સેસ સવાર યુવાનનું મોતઃ એક યુવાનને ઇજા

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૨૩:શહેરના ખેડૂતવાસ, રૂવાપરીરોડ પર રહેતા રવિભાઈ બટુકભાઈ બારૈયા તથા કરચલિયાપરા, રામાપીરના મંદિર પાસે રહેતા સુનિલભાઈ ભરતભાઈ ગોહિલ નામના યુવકો પોતાનું એક્‍સેસ સ્‍કૂટર નંબર જીજે૦૪ઇએલ- ૧૪૯૧ લઈને આજે સવારે માઢીયા ગામથી મજૂરી કરીને પરત ફરી રહ્યા હતા ત્‍યારે કુંભારવાડા ૧૦ નાળા નજીક સામેથી પુરઝડપે બેફિકરાઈથી, માણસોની જિંદગી જોખમાય તે રીતે આવી રહેલા ટ્રક નંબર જીજે૧ઝેડ એડબલ્‍યુ- ૧૪૮૯ના ચાલકે એક્‍સેસ સ્‍કૂટરને અડફેટે લઈને જોરદાર ટક્કર મારતા સ્‍કૂટર સાથે બંને યુવાનો ફંગોળાઈને રસ્‍તા પર પટકાયા હતા જેમાં બંનેને લોહિયાળ ઇજા થયેલ. આ દરમિયાન ગંભીર ઇજા થતા ખેડૂતવાસના રવિભાઈ બારૈયાનું ઘટના સ્‍થળેજ મોત થયું હતું. જયારે સુનિલભાઈને ગંભીર ઇજા થતા તેને ૧૦૮ મારફત સારવાર માટે ભાવનગરની સર ટી હોસ્‍પિટલ ખસેડાયેલ.

અકસ્‍માતનો બનાવ બનતાની સાથેજ લોકોના ટોળા એકઠા થયા હતા. અને તુરંત પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્‍થળે દોડી ગયેલ અને ઈજાગ્રસ્‍ત યુવકને સારવાર માટે હોસ્‍પિટલ ખસેડાયેલ. પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.(૨.૪)

(11:15 AM IST)