News of Tuesday, 23rd December 2025
સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીમાં વધારોઃ ગિરનાર ઉપર ૬.૫ ડિગ્રી
અમરેલી ૧૨, દીવ ૧૩.૪, રાજકોટ ૧૩.૮, નલીયા ૧૪.૬, જામનગરમાં ૧૬ ડિગ્રી લઘુતમ તાપમાન

રાજકોટ તા.૨૩: રાજકોટ સહિત સોૈરાષ્ટ્ર-કચ્છમાં હવે ધીમે-ધીમે ઠંડીમાં વધારો થઇ રહયો છે. આજે ગિરનાર ઉપર ૬.૫ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ છે. આ ઉપરાંત અમરેલી ૧૨, દિવ ૧૩.૪, રાજકોટ ૧૩.૮, નલીયા ૧૪.૬, જામનગરમાં ૧૬ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ છે.
જુનાગઢ
(વિનુ જોશી દ્વારા) જુનાગઢઃ ગિરનાર પર સતત ત્રીજા દિવસે ૬.૫ ડિગ્રી ઠંડી રહી હતી જ્યારે જૂનાગઢમાં ઠંડી સાથે કાતિલ ઠારનું આક્રમણ થતાં લોકોના હાલ બેહાલ થઈ ગયા હતા.
ગિરનાર પર્વત ઉપર ગઈકાલે ૬.૬ ડિગ્રી લઘુતમ તાપમાન રહયા બાદ આજે સતત ત્રીજા દિવસે પણ ૬.૫ ડિગ્રી તાપમાન રહેતા સમગ્ર પર્વતીય વિસ્તારમાં કાતિલ ઠંડી અનુભવાય હતી.
જુનાગઢ શહેર અને આસપાસના વિસ્તારોમાં પણ આજે સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૨% રહ્યું હતું જ્યારે લઘુતમ તાપમાન ૧૨.૫ ડિગ્રી નોંધાયું હતુ. પરંતુ સવારે કાતિલ ઠારનું આક્રમણ થતાં લોકોની મુશ્કેલી વધી ગઈ હતી. સવારે પવનની પ્રતિ કલાકની ઝડપ ૨.૨ કિલોમીટરની રહી હતી.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ બાજરા સંશોધન કેન્દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ૧૬, મહતમ તાપમાન ૩૦, ભેજનું પ્રમાણ ૭૯%, પવનની ગતિ ૩.૧ કિ.મી. રહી હતી
ક્યાં કેટલી ઠંડી
શહેર લઘુત્તમ તાપમાન
ગિરનાર પર્વત ૬.૫ ડિગ્રી
અમદાવાદ ૧૫.પ ડિગ્રી
અમરેલી ૧ર.૦ ,,
વડોદરા ૧ર.૬ ,,
ભાવનગર ૧પ.૮ ,,
ભુજ ૧૪.૯ ,,
દમણ ૧૪.૪ ,,
ડીસા ૧૬.૮ ,,
દીવ ૧૩.૪ ,,
દ્વારકા ૧૮.૦ ,,
ગાંધીનગર ૧પ.૦ ,,
કંડલા ૧૭.પ ,,
નલિયા ૧૪.૬ ,,
ઓખા ર૧.ર ,,
પોરબંદર ૧પ.૦ ,,
રાજકોટ ૧૩.૮ ,,
સુરત ૧૮.ર ,,
વેરાવળ ૧૮.૩ ,,
જામનગર ૧૬.૦ ,,
(11:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
