News of Tuesday, 23rd December 2025
જામજોધપુરના ધુનડા સતપુરણધામ આશ્રમે પુ. હરીરામબાપાનો પ્રાગટયોત્સવ ઉજવાશે
લોકડાયરામાં શિવરાજભાઇ વાળા સહિતના કલાકારો જમાવટ કરશે પુ.જેન્તીરામ બાપાના સાનિધ્યમાં સત્સંગમાં ગુરૂપૂજન ભોજનપ્રસાદ સહિતના આયોજનો દ્વિદિવસીય ધર્મોત્સવમાં દેશવિદેશના ભાવિકો ઉમટશેઃ તૈયારીઓને આખરી ઓપ

(વિનુજોષી દ્વારા) જૂનાગઢઃ ૨૩: જામજોધપુરથી ૨૧ કિમીના અંતરે આવેલ ધુનડાના સતપુરાણ ધામ આશ્રમ ખાતે આગામી ૨૫ડીસેને ગુરૂવારના રોજ પુ. હરીરામબાપાના પ્રાગટયોત્સવની પુ. જેન્તિરામબાપાના સાનિધ્યમાં ભાવભેર ઉજવણી કરવામાં આવનાર છે.
જેમાં તા. ૨૪ને બુધવાર સવારથીજ આ ધર્મોત્સવનો પ્રારંભ થશે અને સવાર ૧૦ કલાકથી પુ. જેન્તિરામબાપાની સત્સંગ સભા શરૂ થશે બુધવારે રાત્રે ૧૦ કલાકે લકોડાયરામાં લોકસાહિત્યકાર શિવરાજભાઇ વાળા સહિતના કલાકારો જમાવટ કરશે તેમજ ગુરૂવારે પુ.બાપાનો પ્રાગટયોત્સવ નિમીતે સવારે ૯ કલાકે પુ. હરીરામબાપાની ચરણપાદુકાનું પુ. જૈન્તિરામબાપા ભાવપુજન કરશે ત્યારબાદ સવારે ૧૦કલાકે સાંજે ૫ કલાકે અને રાત્રે ૧૦ કલાકે પુ. જેન્તિરામ બાપા સત્સંગસભામાં તેમના ગુરૂદેવ સાથે વિતાવેલ અમુલ્યક્ષણો અને તેમના આશિર્વાદથી જીવનમાં આવેલ પરિવર્તન અને આધ્યાત્મિક અનુભવોનું વર્ણન કરી ગુરૂગાન કરશે આ દ્વિદિવસીય ધર્મોત્સવને લઇને દેશ વિદેશથી ભાવિકો આવનાર હોય ત્યારે આવાસનિવાસ અને બને ટાઇમ અવિરત ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપરાંત શિયાળાની ઠંડીને ધ્યાનમાં લઇ ૧૦ હજારથી વધુ લોકો સત્સંગના લાભ લઇ શકે તે માટે તાલપત્રી જડીત વિશાળ ડોમ ઉભુ કરવામાં આવ્યું છે. અને છેલ્લા એકમાસથી આકાર્યક્રમને લઇ પુ. જેન્તિરામબાપાના માર્ગદર્શન હેઠળ જીણવટભરી તૈયારીઓ આશ્રમના વ્યવસ્થાપક હસમુખભાઇ શીલુ, રાજેશભાઇ ,હિતેષભાઇ, કમલેશભાઇ અને સમગ્ર સત પરિવારના સભ્યો તૈયારીઓને આખરી ઓપ આપી રહયા છે.
વધુ માહિતી માટે મો.નં. ૯૪૨૭૨ ૭૭૫૭૮ ઉપર સંપર્ક સાધવા અને આ ધર્મોત્સવનો લાભ લેવા ધર્મપ્રેમીજનતાને જાહેર નિમંત્રણ અપાયું છે.
(11:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
