તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Tuesday, 23rd December 2025
ખંભાળીયામાં ગઢવી-ચારણ સમાજ દ્વારા સોનબાઇ બીજની ભવ્યતાથી ઉજવણી આરતી, પૂજન, અર્ચન, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ર૩ :.. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયામાં ગઢવી ચારણ સમાજ દ્વારા ચારણ સમાજના ઇષ્ટદેવી તથા આઇ તત્વની ચેતનારૂપ સોનબાઇ બીજની ગઇકાલે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. તથા સોનલમાંના ૧૦ર માં જન્મદિનની ભવ્ય પ્રસંગોની ઉજવણી થઇ હતી.
ગઇકાલે સવારે જોધપુર- ગેઇટ પાસે આવેલા શ્રી મોમાઇ માતાજીના મંદિરેથી માતાજીની વિશાળ છબી સાથેની ભવ્ય શોભાયાત્રા શહેરમાં નીકળી હતી. જે જોધપુર ગેઇટ, નગર ગેઇટ, ચાર રસ્તા થઇ ને જડેશ્વર પાસે સોનલ માતાજીના મંદિરે પહોંચી હતી. જયાં પૂર્ણાહુતિ થઇ હતી.
આ શોભાયાત્રામાં હજારો ચારણ ગઢવી સમાજના ભાઇ-બહેનો રાસની રમઝટ બોલાવતા તથા ગુલાબ - અબીલની છોળ ઉડાડતા ઢોલ શરણાઇ હતા તથા ગઢવી ચારણ સમાજના વિવિધ પૂજય માતાજીઓ રથમાં જોડાયા હતાં. તથા ભાવિકોને આર્શિવાદ આપ્યા હતાં.
સોનલ માતાજીના મંદિરે આરતી દ્વારા શોભાયાત્રાનું સ્વાગત થયુ હતું તથા આ વર્ષના પ્રસાદના દાતા શ્રી રામભાઇ રૂખડભાઇ મધુડાનું સમસ્ત ચારણ સમાજ દ્વારા સન્માન ભવ્ય રીતે થયું હતું. તથા સંતો - માતાજીઓ દ્વારા આર્શીવાદ અપાયા હતાં.
બપોરે ભવ્ય પ્રસાદી તથા સાંજે ચારણ - ગઢવી સમાજની પરંપરાગત રસ અને સાંજે સાંય આરતી તથા રાત્રે મેરામણ ગઢવી, આદિત્ય ગઢવી, વિજય ગઢવી સહિતનાએ જહેમત ઉઠાવી હતી.
(12:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
