<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd December 2025

રાણાકંડોરણામાં લીરબાઇ માતાજી ૧પ૦મો નિર્વાણ દિન મહોત્‍સવ

સનાતની પરંપરામાં ભજન અને ભોજનની અલખ જગાડનાર લીરબાઇ આઇ માં : ઇન્‍ટરનેશનલ મેર સુપ્રીમ કાઉન્‍સિલ દ્વારા તડામાર તૈયારીઃ જાન્‍યુઆરીમાં મેર સમાજ સમુહ લગ્નોત્‍સવ અને પરંપરાગત મહારાસઃ સર્વજ્ઞાતિય મહાયજ્ઞઃ માલદેવ રાણા કેશવાલા ક્રિકેટ ટુર્નામેન્‍ટ તથા અન્‍ય કાર્યક્રમો

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. ર૩: મા લીરબાઈ આઈના ૧પ૦માં નિર્વાણ (સમાધિ) દિવસ નિમિતે જાન્‍યુઆરીમાં યોજાનાર મા લીરબાઇ આઇ મહોત્‍સવના આયોજન બાબતે રાણાકંડોરણા ખાતે મીટીંગ યોજાઇ હતી.

સનાતની પરંપરામાં ભજન અને ભોજનની અલખ જગાડનાર, અઢારેય વરણને સાથે લઈ ચાલનાર અને મર્મજ્ઞ કવિત્રી મા લીરબાઈ માતાજીની ૧પ૦માં નિર્વાણ (સમાધિ) દિવસે મહોત્‍સવ ઈન્‍ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્‍સીલ દ્વારા રાણાકંડોરણા  ખાતે કરવામાં આવનાર છે.

આ મહોત્‍સવમાં તા.૧૯ જાન્‍યુઆરી ર૦ર૬ના રોજ મહેર સમાજના ભવ્‍ય લગ્નોત્‍સવ તથા ર૦ જાન્‍યુઆરી ર૦ર૬ના સર્વજ્ઞાતિય મહાયજ્ઞનું આયોજન કરેલ છે. આ મહોત્‍સવના આયોજનની રૂપરેખા માટે મીટીંગનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં તમામ ગામોમાંથી શ્રેષ્ઠીઓ,આગેવાનો તેમજ કાર્યકર્તા જ્ઞાતિજનો બહોળી સંખ્‍યામાં હાજર રહયા હતા.   

  આ લીરબાઇ માતાજી નિર્વાણદિન મહોત્‍સવના પ્રથમ દિવસે મહેર જ્ઞાતિના લગ્નોત્‍સવ યોજાશે જેમાં સૌ નવદંપતિ  તથા  જાનૈયા માનૈયા અને  જ્ઞાતિજનોને પારંપરીક પોષાકમાં આવવા અનુરોધ કરવામાં આવેલ છે. આ દિવસે મહારાસનું આયોજન કરવામાં આવેલ છે. મા લીરબાઈ આઈએ આજીવન સમાજ સુધારણા માટે ખર્ચી નાખેલ હતુ. તો આ પવિત્ર અવસરે સમસ્‍ત મહેર સમાજ દ્વારા હાલ સમાજમાં પ્રર્વતમાન રીતરિવાજો અને સમાજિક રૂઢીઓને સમયને ધ્‍યાને રાખી સુધારા કરવા જરૂરી બને છે. તો આ દિવસે સમાજમાંથી આવેલ સુચનોને આધારે જ્ઞાતિજનોની સહમતીથી સુધારા ઠરાવો પસાર કરવામાં આવશે.

આ મહોત્‍સવના બીજા દિવસે એટલે કે મહા બીજના પાવન અવસરે મા લીરબાઈ આઈના સર્વ જ્ઞાતિય ભકતજનો માટે નિશુલ્‍ક મહાયજ્ઞનું આયોજન હાથ ધરવામાં આવે છે. આ યજ્ઞોત્‍સવમાં સર્વ જ્ઞાતિના ભકત ભાવિકોને જોડાવા સંસ્‍થા દ્વારા અનુરોધ કરવામાં આવે છે. આ યજ્ઞમાં બેસવા ઈચ્‍છુક ભકતજનો તા.૩૧ ડીસેમ્‍બર સુધીમાં પોતાનું નામ નોંધાવી શકે છે. આ પાવન મહાયજ્ઞની ઉજવણી માટે દરેક ગામ દીઠ એક હવન કુંડ પ્રતિકળતિ સ્‍વરૂપે  અર્પણ કરવામાં આવેલ હતી.

આ મીટીંગમાં શ્રી ઈન્‍ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્‍સીલ સંસ્‍થાના પ્રમુખશ્રી વિમલજીભાઈ ઓડેદરાએ પોતાના પ્રાસંગીક વકતવ્‍યમાં જણાવેલ માં લીરબાઈ આઈએ આપણા સમાજમાં સર્વમાન્‍ય માતાજી સ્‍વરૂપે પુજવામાં આવે છે. પૂજય માતાજીના ૧પ૦માં નિર્વાણ દિવસની ઉજવણીનો અવસર આપણને પ્રાપ્ત થયેલ છે ત્‍યારે તેમના જીવનના આદર્શોને ફળીભૂત કરવા આપણી ફરજ છે. તેમજ આ પાવન આવસર ઉજવણી અર્થે આશરે સવાસો વિઘા જેટલી ખેતીની જમીન ખેડૂતોએ ખાલી રાખેલ છે તે બદલ એ બદલ તેઓનો આભાર વ્‍યકત કરેલ તેમજ વધુમાં જણાવેલ કે મહેર જ્ઞાતિના ખેલાડીઓને પ્રોત્‍સાહિત કરવા તેમજ ખેલકુદ બાબતે જાગળત કરવા આંતરરાષ્‍ટ્રીય મહેર પ્રિમિયર લીગ અંતર્ગત શ્રી માલદેવ રાણા કેશવારા ક્રિકેટ ટુર્નામેન્‍ટનું આયોજન તા. ર૬ ડીસેમ્‍બર થી પોરબંદર પોલીસ પરેડ ગ્રાઉન્‍ડ ખાતે કરવામાં આવેલ છે. જેની ફાઈનલ મેચ પૂજય માલદેવ બાપુની ૬૦મી પૂણ્‍યતિથિ તા.૦૧ જાન્‍યુઆરી ના રોજ રમાડવામાં આવશે. જેમાં આશરે પાંચ લાખ રૂપિયાના ઈનામો સાથે ખેલાડીઓને પ્રોત્‍સાહિત કરવામાં આવશે. જેમાં ખેલાડીઓને પ્રોત્‍સાહિત કરવા તેમજ મેચ નિહાળવા માટે સર્વેને અનુરોધ ેએક યાદીમાં કરેલ છે

(12:16 PM IST)