News of Tuesday, 23rd December 2025
'પાછલા બારણે થતા સમાધાન સ્વિકાર્ય નથી' ગોંડલ તાલુકાના ઘોઘાવદર માં મળેલી અનુસૂચિત જાતી નાં આગેવાનોની બેઠક માં રણટંકાર:રાજુભાઇ સોલંકી અને જયરાજસિંહ વચ્ચેનાં સમાધાન નો ઉગ્ર વિરોધ કરાયો:આ માટે આગામી તા.4 નાં રણનીતિ નક્કી કરાશે
આગામી તા.4 નાં ધોરાજી ખાતે યોજાનાર સંમેલન માં ચર્ચા કરી જો કોઈ આવા કેસ માં સમાધાન કરશે તો તેનો બહિષ્કાર કરવો અને કોઈ પણ જાત નો સહકાર નહી આપવા નક્કી કરી રણનીતિ તૈયાર કરાશે : યુવા ભીમ સેના નાં સ્થાપક ડી.ડી.સોલંકી

ગોંડલ તા.૨૩ : જુનાગઢ નાં રાજુભાઇ સોલંકી તથા ગોંડલ નાં પુર્વ ધારાસભ્ય જયરાજસિહ જાડેજા વચ્ચે થયેલા કથીત સમાધાન અંગે અનુસૂચિત જાતિમાં ઉગ્ર રોષ ફેલાયો છે.ઘોઘાવદર ખાતે આગેવાનોની મળેલી બેઠક માં પાછલા બારણે થી થતા સમાધાન સ્વિકાર્ય નથી તેવું જણાવી એટ્રોસિટી કેસ માં જો સમાધાન કરાશે તો તેનો અનુસૂચિત જાતિ સમાજ દ્વારા બહિષ્કાર કરાશે તેવું નક્કી કરાયુ હતુ.રાજુભાઇ સોલંકી અને જયરાજસિંહ વચ્ચેનાં સમાધાન અંગે આગામી તા.4 નાં ધોરાજી ખાતે સંમેલન મળશે અને આ મુદ્દે રણનીતિ નક્કી કરાશે તેવો નિર્ણય લેવાયો હતો.
ગોંડલ નાં ઘોઘાવદર ખાતે સંત દાસીજીવણ સાહેબ ની જગ્યામાં અનુસૂચિત જાતિનાં આગેવાનોની બેઠક મળી હતી.જેમાં આગેવાન દેવદાનભાઇ મુછડીયા એ જણાવ્યું કે રાજુભાઇ સોલંકી અને ગણેશ ગોંડલ વચ્ચેનાં વિવાદ માં સૌરાષ્ટ્રભર નો અનુસૂચિત જાતી સમાજ એકઠો થયો હતો.અને લડત આપી હતી.પરંતુ સમાજ ને અંધારા માં રાખી પુછ્યા વીના સમાધાન કરી લેવાયું છે.દિનેશભાઈ પાતર તથા રાજુભાઇ ની વાયરલ થયેલી ઓડીયો કલિપ નો ઉલ્લેખ કરી તેમણે સમાધાન પ્રક્રીયા માં સમાજ ને બાકાત રખાયાનુ જણાવી વધુ માં કહ્યુ કે રાજુભાઇ સોલંકી એ આખા મામલે સ્પષ્ટતા કરતો અને જયરાજસિંહ નો માફી માંગતો વિડીયો જાહેર કરવો જોઈએ. ઉપરાંત રેલી દરમિયાન પેઢલાનાં નાં યુવાન નુ અકસ્માત માં મૃત્યુ થયુ હતું તેના પરિવાર ને જયરાજસિંહ જાડેજાએ આર્થિક મદદ કરવી જોઈએ.
તેમણે કહ્યુ કે સમાજ દ્વારા આગામી રણનીતિ ઘડાશે જેમા કોર્ટ માં સમાજ થર્ડ પાર્ટી તરીકે જોડાશે.અને અદાલત ને રજુઆત કરાશે કે આ ખુબ ગાજેલો કેસ છે.પુરાવાઓ પણ છે.તપાસનીસ અધિકારી એ પાછળ થી પુરાવાઓ નો નાશ કરવો અને કાવત્રુ ઘડવા અંગેની કલમ લગાવી છે. એટલે બનાવ બન્યો છે એ ફલીત થાય છે.જેથી આર્થિક જશ ખાટવા ફરિયાદી સમાધાન કરે તે કોર્ટ દ્વારા માન્ય નાં ગણવુ જોઈએ તેવી રજૂઆત કરીશુ.
યુવા ભીમ સેના નાં સ્થાપક ડી.ડી.સોલંકી એ જણાવ્યુ કે આગામી તા.4 નાં ધોરાજી ખાતે યોજાનાર સંમેલન માં ચર્ચા કરી જો કોઈ આવા કેસ માં સમાધાન કરશે તો તેનો બહિષ્કાર કરવો અને કોઈ પણ જાત નો સહકાર નહી આપવા નક્કી કરી રણનીતિ તૈયાર કરાશે.
બેઠક માં દિનેશભાઈ પાતર, નિખિલભાઇ ચૌહાણ, દેવરાજભાઇ રાવલીયા,અજયભાઇ વાણવી, યોગેશભાઈ ભાશા સહિત ઉપસ્થિત રહ્યા હતા.(તસ્વીર:ભાવેશ ભોજાણી- ગોંડલ)
(3:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
