<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd December 2025

જાહેર રોડ ઉપર ઓવરસ્પીડ તથા ભયજનક રેસીંગ સ્ટંટ કરતો બાઈક ચાલકને વાહન સાથે ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરતી જીલ્લા ટ્રાફિક પોલીસ દેવભુમી દ્રારકા

દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળાની સુચનાથી ના.પો.અધિ. વી.પી.માનસેતા ખંભાળીયા વિભાગ,ખંભાળીયા નાઓના સુપરવિઝન હેઠળ કાર્યવાહી

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયા તા.૨૩ : જાહેર રોડ ઉપર પોતાના વાહનથી ભયજનક રીતે સ્ટંટ કરતો ઇસમ ઉપર કાયદેસર કાર્યવાહી કરવા પો.અધિક્ષક જયરાજસિંહ વાળાની સુચના થયેલ હોય.

જેથી ના.પો.અધિ. વી.પી.માનસેતા ખંભાળીયા વિભાગ,ખંભાળીયા નાઓના સુપરવિઝન હેઠળ તથા સીધા માર્ગદર્શન હેઠળ જીલ્લા ટ્રાફીક શાખા,દેવભુમી શાખા, દેવભૂમિ દ્વારકાના ઇન્ચાર્જ પો.ઈન્સ એમ.ડી.મકવાણાનાઓને વાઇરલ વિડીયા બાબતે કડક કાર્યવાહી કરવા સુચના આપવામાં આવેલ હોય, જે બાબતે પો.સબ.ઇન્સ. જે.બી.જાડેજા તથા જીલ્લા ટ્રાફિક પોલીસની ટીમ બનાવી તા.૨૩/૧૨/૨૦૨૫ ના રોજ દ્રારકા તથા બેટ-દ્રારકા વિસ્તારમાં જીલ્લા ટ્રાફિક પોલીસ સતત પેટ્રોલીંગ રાખી સ્ટંટ બાજ જાહેર રોડ ઉપર પુર ઝડપે તથા ભયજનક રીતે સ્ટંટ કરતા બાઈક ચાલક રિતિક જ્ઞાનદેવ આયરે ઉંમર 26 રહે આજવા ચોકડી વડોદરાને ઝડપી પાડી મો.સા ચાલક વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરી અને કાયદાનું ભાન કરાવવામાં આવેલ છે.

(4:06 PM IST)