News of Tuesday, 23rd December 2025
જામનગરમાં ગુરુદ્વારા પાસે સૌરાષ્ટ્રના સૌથી મોટા ફ્લાયઓવર બ્રિજ નીચે ત્રિ દિવસીય વીર બાળ દિવસની ઉજવણી શરૂ
સાંસદ પૂનમબેન માડમે બાલસૂરવીરોની શૌર્યગાથાની પ્રતિતિ કરાવતી સેલ્ફી પોઇન્ટનું લોકાર્પણ કર્યુ:ં

જામનગરમાં ગુરુદ્વારા પાસે સૌરાષ્ટ્રના સૌથી મોટા ફ્લાયઓવર બ્રિજ નીચે ત્રિ દિવસીય વીર બાળ દિવસની ઉજવણી શરૂ કરવામાં આવી છે. ગુરુદ્વારા શ્રી ગુરુસિંઘ સભા દ્વારા ધર્મ, સમાજ અને રાષ્ટ્ર માટે મક્કમતાથી મુગલ સુલતાન જ સામે જજુમી પોતાના જીવની આહુતિ આપનાર 7 વર્ષના બાબા ફતેસિંઘજી, 9 વર્ષના વીર બાલ યોદ્ધા બાબા જોરાવરસિંધજી, 14 વર્ષના બાબા જુજારસિંઘજી અને 18 વર્ષના બાબા અજીતસિંઘજીની શૌર્ય ગાથાને ઉજાગર કરતા સાહેબજાદા ફિલ્મનું જાહેર નિદર્શન રાખવામાં આવ્યું હતું
આ તકે જામનગરના સાંસદ પૂનમબેન માડમે બાલસૂરવીરોની શૌર્યગાથાની પ્રતિતિ કરાવતી સેલ્ફી પોઇન્ટનું પણ લોકાર્પણ કર્યું હતું. અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા 26 ડિસેમ્બરને વીર બાળ દિવસ તરીકે થયેલ ઉજવણીની શરૂઆત અંતર્ગત જામનગરમાં લોકોને જોડાવા આહવાન કર્યું હતું. સાંસદ પૂનમબેન માડમે ભારત વર્ષના ઇતિહાસના સાક્ષી એવા બાલવિરોની ગાથા ને નવી પેઢીને પણ જણાવી અવગત કરવા ગુરુદ્વારા ગુરુસિંઘ સભા દ્વારા કરાયેલા આયોજનને અભિનંદન પાઠવી લોકોને પણ પોતાના બાળકો સાથે મુલાકાત લેવા અનુરોધ કર્યો હતો. (તસવીરો : કિંજલ કારસરીયા,જામનગર)
(11:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
