News of Wednesday, 24th December 2025
ભુજના માનકુવામાં સગીરા ઉપર સામુહિક દુષ્કર્મ : ત્રણ જણે પીંખી : ૨ એ છેડતી સાથે શરીર સંબંધ માટે સતાવી
એક પછી એકે બ્લેકમેઇલ કરી ૫ હવસખોરો લાગુ પડ્યા, ગુમસુમ રહેતી ૧૪ વર્ષની છાત્રાની પૂછપરછમાં ચોંકાવનારો ઘટસ્ફોટ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૨૪: કલ્પના તો કરો કે ૧૪ વર્ષ ની માસૂમ દીકરીને પાંચ પાંચ હવસખોરો શરીર સબંધ બાંધવા સતત સતાવ્યા કરે ?? થરથરી જવાય એવી હકીકત બની છે તે પણ કચ્છના એક ગામમાં !! હોસ્ટેલમાં રહીને ભણતી ૧૪ વર્ષીય સગીરવયની છાત્રાને ગુમસુમ રહેતી જોઈ શિક્ષિકાએ છાત્રાની માતાને આ વાતની જાણ કરી અને માતાએ જ્યારે દીકરીને વિશ્વાસમા લઈ પૂછપરછ કરી તો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો. પાંચ પાંચ હવસખોરો આ ૧૪ વર્ષની છાત્રાની પાછળ શરીર સંબંધ બાંધવા માટે પડ્યા હતા. માતાએ જ્યારે હિંમત બતાવી અને આ મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો. જેમાં ૨૨ વર્ષીય સરફરાજ ખલીફા અને ૧૯ વર્ષીય એજાજ ત્રાયા તેમ જ ત્રણ સગીર વયના (૧૮ વર્ષથી નીચેના) આરોપીઓ એમ કુલ ૫ જણ સામે પોલીસ સ્ટેશને ગુનો દાખલ થયો છે. જેમાં પહેલી વખત સગીર આરોપીએ શરીર સબંધ બાંધી દુષ્કર્મ આચર્યા બાદ બ્લેક મેલ કરી સરફરાજ ખલીફાએ દુષ્કર્મ આચર્યું હતું ફરી ત્રીજા સગીર વયના આરોપીએ બ્લેક મેલ કરી બળજબરી સાથે દુષ્કર્મ આચર્યું હતું. ત્યાર બાદ એજાઝ અને અન્ય સગીર આરોપી એમ અન્ય બે જણે છેડતી કરી શરીર સંબંધ બાંધવા માંગણી કરી હતી.
(10:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
