News of Wednesday, 24th December 2025
જામનગર મહિલા કોંગ્રેસ દ્વારા બિહારના મુખ્યમંત્રીના મુસ્લિમ યુવતીના હિજાબ ખેંચવાના મામલે વિરોધ પ્રદર્શન
બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર આ મામલે માફી માંગે, તેવી માંગણી સાથે હાથમાં બેનર પોસ્ટર રાખીને વિરોધ પ્રદર્શન કર્યુ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા ૨૪: જામનગર શહેર મહિલા કોંગ્રેસ દ્વારા બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર દ્વારા એક મુસ્લિમ મહિલાનો હિજાબ ખેંચવાનો પ્રયત્ન કરાયો હતો, જે મામલે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
શહેર મહિલા કોંગ્રેસના કાર્યકરો આજે રેલી સ્વરૂપે જામનગર જિલ્લા કલેકટરની કચેરીએ પહોંચ્યા હતા, અને બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર આ મામલે માફી માંગે, તેવી માંગણી સાથે હાથમાં બેનર પોસ્ટર રાખીને વિરોધ પ્રદર્શન કર્યું હતું, અને જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.
(9:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
