News of Wednesday, 24th December 2025
ઉના બાર એશોસીએશન ના પ્રમુખપદે સવજીભાઇ બી. પરમાર ચૂંટાયા
૧૪ કારોબારી સભ્યો બિનહરીફઃ વકીલોએ એકબીજાને મીઠાઇ વહેંચી

(નવીન જોષી દ્વારા) ઉનાઃ તા.ર૪, બાર એસોસિએશનના પ્રમુખ પદે સવજીભાઇ બી. પરમાર ચુંટાઇ આવ્યા હતા. ઊના બાર એશો સોયેશન ના પ્રમુખ અને ૧૪ કારોબારી સભ્યો ની ચૂંટણી થઈ હતી જેમાં ૧૪ કારોબારી સભ્યો બિન હરીફ જાહેર થયા હતા અને પ્રમુખ ની ચૂંટણીનું મતદાન થયું હતું કુલ ૧૪૨વકીલો એ મતદાન કરેલ હતું મત ગણતરી કરતા વકીલ સવજીભાઈ બી. પરમાર ને ૭૦ મત મળ્યા હતા અને સવજી ભાઈ પરમાર ૧૦ મતની લીડ થી વિજેતા જાહેર થયા હતા. વકીલો એ એક બીજા ને મીઠાઈ ખવડાવી વિજય ઉજવયો હતો
(10:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
