<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th December 2025

બજાણા પી.એમ., પે સે.શાળા નં-૪ હળવદના બાળકોએ બે દિવસીય પ્રકૃતિ શિક્ષણ શિબિરમાં ભાગ લીધો

(દીપક જાની દ્વારા ) હળવદઃ હળવદ ના મોરબી દરવાજા બહાર આવેલ રાજ્‍યની સૌથી મોટી સરકારી શાળા પી.એમ.શ્રી પે સે.શાળા નંબર-૪ હળવદના બાળકોએ બજાણા ખાતે આવેલ કચ્‍છના નાના રણ તરીકે ઓળખ પામેલ ઘુડખર અભયારણ્‍ય ખાતે  ૧ રાત્રી અને બે દિવસિય પ્રકૃતિ શિક્ષણ શિબિરમાં રહીને શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું.જેમાં બાળકોને બહુમૂલ્‍ય પ્રાણી ઘુડખર ને નજીકથી જોવાનો લાભ મળ્‍યો હતો.અભ્‍યારણ માં જોવા મળતા વિવિધ સ્‍વદેશી અને વિદેશી યાયાવર પક્ષીઓ જેવા કે રાજયપક્ષી ફલેમિગો ત્‍યાં બાદ બાજ,પેલીકન,ઊંધો ચમચો,બગલા પ્રજાતિના વિવિધ પક્ષીઓ,શિકારી પક્ષીઓ વગેરેને નજીકથી નિહાળી પ્રકૃતિ શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું.ત્‍યાર બાદ સાપની વિવિધ ઝેરી અને બિન ઝેરી પ્રજાતિઓની સમજ ત્‍યાંના સ્‍ટાફ દ્વારા મેળવી હતી.ત્‍યાં બાળકોએ રણ વચ્‍ચે ટેન્‍ટ માં રહેવાનું,ત્‍યાંજ જમવાનું બધું જ સરકાર દ્વારા નિઃશુલ્‍ક આપવામાં આવે છે.બાળકોને અભયારણ્‍યમાં ચાલીને લઈ જતા વચ્‍ચે આવતા ટાપુઓ પરથી સન સેટ પોઈન્‍ટ લઇ જઇને આથમતો સુરજ બતાવવામાં આવે છે.મીઠાના અગરોની પણ મુલાકાત કરવામાં આવે છે.બાળકોને પ્રકૃતિને સાચવવાની અને એનું રક્ષણ કરવાની સમજ આપવામાં આવે છે.આમ બાળકોને જીવંત પ્રકૃતિ શિક્ષણ  આપવામાં આવે છે.જે બાળકો જીવનમાં આવું જીવંત મેળવેલ શિક્ષણ કદી ભૂલતા નથી.આ શિબિરમાં ૪૫ બાળકો સાથે સાથે શાળાના આચાર્ય રમેશભાઈ હડિયલ તથા અન્‍ય શિક્ષક મિત્રો હિતેન્‍દ્રભાઈ,અશ્વિનભાઈ તથા જાગૃતિબેન અને જલ્‍પાબેન પણ જોડાયા હતા.આમ સમગ્ર બે દિવસિય પ્રકૃતિ શિબિર સફળ રહી હતી

(10:52 AM IST)