<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th December 2025

જુનાગઢ સામાજિક વનીકરણ રેન્જ દ્વારા જૈવિક વિવિધતા અને પ્રકૃતિ શિક્ષણ કેન્દ્ર ખડીયાના વિદ્યાર્થીઓ માટે પ્રકૃતિ કેમ્પ : શ્રી પ્રેમાનંદ વિદ્યા મંદિર જુનાગઢના અંગ્રેજી-ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓએ નાઈટ સ્ટે સાથે કેમ્પ સંપન્ન કર્યો

વિવિધ વૃક્ષો, વનસ્પતિઓ, પ્રાણીઓ, પ્રકૃતિ અને માનવજાતના સંકલનની જરૂરીયાત તથા આ વિસ્તારમાં ઉપલબ્ધ જૈવિક વિવિધતા અંગે ખડિયા કેમ્પસાઇટના સ્ટાફ મિત્રોએ વિદ્યાર્થીઓને હળવી શૈલીમાં જરૂરી જ્ઞાન આપ્યું

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૨૪ : સામાજિક વનીકરણ રેન્જ, જુનાગઢ દ્વારા ચાલતું જૈવિક વિવિધતા અને પ્રકૃતિ શિક્ષણ કેન્દ્ર, ખડીયા વિદ્યાર્થીઓ માટે સુંદર પ્રકૃતિ કેમ્પ ચલાવી રહ્યા છે. 

તાજેતરમાં શ્રી પ્રેમાનંદ વિદ્યા મંદિર જુનાગઢના અંગ્રેજી માધ્યમ તથા ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓએ એક નાઈટ સ્ટે સાથેનો કેમ કેમ્પ સંપન્ન કર્યો. વિવિધ વૃક્ષો, વનસ્પતિઓ, પ્રાણીઓ, પ્રકૃતિ અને માનવજાતના સંકલનની જરૂરીયાત તથા આ વિસ્તારમાં ઉપલબ્ધ જૈવિક વિવિધતા અંગે ખડિયા કેમ્પસાઇટના સ્ટાફ મિત્રોએ  વિદ્યાર્થીઓને હળવી શૈલીમાં જરૂરી જ્ઞાન આપ્યું. આ ઉપરાંત રાત્રીના સમયે કેમ્પ ફાયર માં પણ સાંસ્કૃતિક રજૂઆતો દ્વારા ખૂબ આનંદ કરાવ્યો. 

આ પ્રકારના કેમ્પ કે શિબિર કરવાથી વિદ્યાર્થીઓમાં એક નવી ઉર્જા જન્મ લે છે એનો સાક્ષાત અનુભવ શિક્ષકોને થતો રહે છે. 

ફરી એકવાર શ્રી પ્રેમાનંદ વિદ્યામંદિર પરિવાર સામાજિક વનીકરણ રેન્જ તથા ખડિયા કેમ્પસાઈટના સ્ટાફનો ખૂબ ખૂબ આભાર માને છે.તેમ ડૉ. માતંગ પુરોહિત,

ડાયરેક્ટર, શ્રી પ્રેમાનંદ સ્કૂલ - જૂનાગઢની યાદીમાં જણાવાયું છે.(તસ્વીર:મુકેશ વાધેલા-જુનાગઢ)


 

(1:02 PM IST)