<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th December 2025

પોરબંદર ‘આપ' દ્વારા કિશાન જનસંપર્ક પદયાત્રા

પોરબંદર : આમ આદમી પાર્ટી આયોજીત  કિસાન જનસંપર્ક પદયાત્રાનો પ્રથમ દિને ફટાણા પહોંચી હતી. ખેડૂતોના પ્રશ્નો, ગામડાઓના વિવિધ અણ ઉકેલ રહેલા લોકહિતના પ્રશ્નો,ે લક્ષ્યમાં રાખીને આજરોજ બીજના ઉત્‍સવ અંતર્ગત પોરબંદર તાલુકાના મોઢવાડા ગામે આઈમાં લીરબાઈમાં ના આશીર્વાદ સાથે માના સ્‍થાનક મોઢવાડાથી  આમ આદમી પાર્ટીના મહામંત્રી હિતેશભાઈ મોઢવાડિયા, ભાર્ગવભાઈ જોષી, દેવાભાઈ મોઢવાડીયા, હરદાસભાઇ કુછડીયા, પ્રતાપભાઈ કેશવાલા, નિલેશભાઈ ગોરસેરા અને નાથાભાઈ ભૂતિયાની આગેવાનીમાં પદયાત્રાનું આયોજન કરવામાં આવ્‍યું.  આ યાત્રા કિસાન ન્‍યાય યાત્રા છે જે અંતર્ગત આજથી લઈ અને ૩૫ જુદા જુદા ગામોમાં ફરી વળી અને ૨૭ મીએ  ગોપાલભાઈ ઈટાલીયા ની ઉપસ્‍થિતિમાં વિસાવાડા ખાતે આ પદયાત્રાનું સમાપન થશે.  કિશાન જનસંપર્ક પદયાત્રાનો પ્રારંભ આપના પ્રદેશ પ્રમુખ ઇશુદાનભાઇ ગઢવીના હસ્‍તે થયો તે તસ્‍વીર (તસ્‍વીર : પરેશ પારેખ પોરબંદર) 

 

 

(11:35 AM IST)