<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th December 2025

બાંગ્‍લાદેશમાં હિંદુ યુવકની ક્રુરતાપૂર્વક હત્‍યાનો મોરબીમાં વિરોધ, સૂત્રોચ્‍ચાર

 

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા.૨૪: બાંગ્‍લાદેશમાં કટ્ટરપંથીઓએ હિંદુ યુવક દીપુચંદ્રદાસની હત્‍યા કરી છે અને જીવિત સળગાવી ક્રૂરતાની હદ વટાવી છે ત્‍યારે એકતા એજ લક્ષ્ય સંગઠન દ્વારા મોરબીના મહારાણા પ્રતાપ સર્કલ ખાતે વિરોધ પ્રદર્શન કરી સુત્રોચ્‍ચાર કરવામાં આવ્‍યા હતા.

એકતા એજ લક્ષ્ય સંગઠનના નેજા હેઠળ સનાતની હિંદુઓએ વિરોધ પ્રદર્શન કર્યો હતો બાંગ્‍લાદેશમાં હિંદુઓ વિરુદ્ધ થઇ રહેલા અત્‍યાચારનો ઉગ્ર વિરોધ કરી સુત્રોચ્‍ચાર કર્યો અને બાંગ્‍લાદેશમાં વસતા હિંદુઓ માટે સરકાર શકય તમામ મદદ કરે તેવી માંગ કરી હતી જેહાદી માનસિકતાનું પુતળું બનાવી દહન કરવામાં આવ્‍યું હતું.

વિશ્વ હિન્‍દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા શહેરમાં નગર દરવાજાના ચોક ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્‍યું હતું.

આ વિરોધ પ્રદર્શન દરમિયાન વિશ્વ હિન્‍દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો દ્વારા જે જેહાદી માનસિકતા ધરાવે છે તેમજ હાલની બાંગ્‍લાદેશની યુનુસ સરકાર સામે આંતકવાદીના પૂતળાનું દહન કરી વિરોધ કરાયો હતો. નોંધનીય છે કે, ગત સપ્તાહ મેમનસિંહ જીલ્લાના ભાલુકામાં એવી ઘટના ઘટી કે જેને પૂરી માનવતાને લજ્જિત ક૨ી છે. જેમાં એક સામાન્‍ય હિન્‍દુ શ્રમિક દીપુદાસ પર ઈસ નિંદાના ખોટા આરોપ લગાવી અનૌપચારિક વાતચીતમાં દીપુદાસની જેહાદી ભીડ દ્વારા હત્‍યા કરવામાં આવી ત્‍યારબાદ તેને ઝાડ પર લટકાવી બાળી દેવામાં આવે છે. આ સમગ્ર ઘટના પોલીસની હાજરીમાં બની હોવાથી હાલ તે અંગે વિરોધ થઈ રહ્યો છે

(12:08 PM IST)