<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th December 2025

જામનગરના કાલાવડ નાકા બહાર રંગમતી નદી ના પુલ પરથી અજાણ્યા વ્યક્તિએ કુદકો માર્યો : શોધખોળ શરૂ

જામનગરના કાલાવડ નાકા બહાર ના વિસ્તારના લોકો ના ટોળા પર એકઠા થયા અને ટ્રાફિક જામ ના દ્રશ્યો સર્જાયા

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૨૪ : જામનગરમાં ગત મોડીરાત્રે જામનગર શહેરના કાલાવડ નાકા બહાર આવેલ રંગમતી નદી ના પુલ પર એક અજાણ્યા વ્યક્તિ દ્વારા પુલ પર થી છલાંગ લગાવી આત્મહત્યા ની કોશીષ કરી હતી. તે દરમ્યાન પુલ પર ના રાહદારીયો તાત્કાલિક સ્થાનિક પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી હતી. આ ઘટના પુલ પર મોટી સંખ્યામાં લોકો ના ટોળા ઉમટી પડ્યા હતા અને ટ્રાફિક જામ ના દ્રશ્યો સર્જાયા હતા. આ ઘટના ની જાણ થતા સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન ના પીઆઇ નિકુંજસિંહ ચાવડા સહિત સર્વેલન્સ ટીમ પુલ પર આવી ને લોકો ના ટોળા અને ટ્રાફિક હળવો કરાવ્યો હતો.

ત્યારબાદ, સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન ના પીઆઇ નિકુંજસિંહ ચાવડા દ્વારા જામનગર ફાયર વિભાગ ને જાણ કરાઇ હતી. ત્યારબાદ, જામનગર મહાનગર પાલિકા ની ફાયર વિભાગ આવી પહોંચ્ચી હતી અને પોલીસ અને ફાયર વિભાગ ના જવાનો દ્વારા અજાણ્યા વ્યક્તિ ને શોધવાની કાર્યવાહી શરૂ કરી દીધી હતી. પરંતુ આ ઘટનામાં અજાણ્યા વ્યક્તિ ની શોધ સવારે ૦૫:૦૦ વાગ્યા સુધી કરવામાં આવી હતી પણ વ્યક્તિ મળી આવેલ "ન" હતો.(તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)

(1:18 PM IST)