<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th December 2025

ઢસા પાસે કાર-ટ્રક વચ્‍ચે ટક્કર : ર મિત્રોના મોત

ઘરે પાછા ફરી રહેલા અમદાવાદના ર યુવકોનો ભોગ લેવાતા અરેરાટી

બોટાદ, તા. ર૪ : ગઢડા તાલુકાના ઢસા-અમદાવાદ રોડ પર આજે એક ગોઝારો અકસ્‍માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે આવી રહેલા ટ્રકે સ્‍વિફ્‌ટ કારને વચોવચ અડફેટે લેતા કારમાં સવાર અમદાવાદના બે યુવકોના ઘટનાસ્‍થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્‍યા હતા. આ અકસ્‍માત એટલો ભયાનક હતો કે કારનો કચ્‍ચરઘાણ નીકળ

હાર્દિકભાઇ ધીરેન્‍દ્રભાઇ ઠક્કર (ઉં.વ.૩૭) રહે-એ/૫૦૧, રાધે હાઇટસ હાથીજન ચાર રસ્‍તા, અમદાવાદ,     જિમિતભાઇ ભરતભાઇ રાજાણી (ઉં.વ.૩૯) રહે-સેક્‍ટર-૭ સનસીટી સાઉથ બોપલ, અમદાવાદનો ભોગ લેવાયો હતો.   પુનિત ધર્મેશભાઈ ઠક્કર, અમદાવાદને ઇજા થઇ હતી.

અમદાવાદ પાસિંગની કાર હતી મળતી માહિતી મુજબ, એક સ્‍વિફ્‌ટ કાર જીજે ૨૭ સીએમ ૬૫૭૪માં ત્રણ યુવકો સવાર થઈને ઢસાથી અમદાવાદ તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન ઢસા નજીક ગઢડા રોડ પર કાર અને આરજે ૦૭ જીઈ ૪૭૯૧ નંબરની ટ્રક વચ્‍ચે જોરદાર ટક્કર થઈ હતી. ટક્કરને કારણે કાર વચ્‍ચેથી લોચો વળી ગયો હતો અને તેમાં સવાર યુવકો ફસાઈ ગયા હતા. સ્‍થાનિક લોકોના જણાવ્‍યા અનુસાર, અકસ્‍માતનો અવાજ એટલો તીવ્ર હતો કે આસપાસના લોકો તાત્‍કાલિક મદદ માટે દોડી આવ્‍યા હતા.

સ્‍થાનિકો દ્વારા બચાવ કામગીરી દુર્ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્‍થળે પહોંચી ગયો હતો. કારમાં સવાર ત્રણ પૈકી બે યુવકોએ ગંભીર ઈજાઓને કારણે સ્‍થળ પર જ દમ તોડી દીધો હતો. જ્‍યારે અન્‍ય એક યુવકને ગંભીર હાલતમાં સારવાર માટે તાત્‍કાલિક હોસ્‍પિટલ ખસેડવામાં આવ્‍યો હતો. પોલીસે ક્રેઈન અને સ્‍થાનિકોની મદદથી મળતદેહોને કારમાંથી બહાર કાઢી પીએમ (પોસ્‍ટમોર્ટમ) માટે ઢસાની સરકારી હોસ્‍પિટલમાં મોકલી આપ્‍યા હતા.

મળતકોની ઓળખ થઈ પોલીસે હાલ અકસ્‍માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મળતક યુવકો અમદાવાદના હોવાનું સામે આવ્‍યું છે. મળતક યુવકો અમદાવાદના સાઉથ બોપલ અને હાથીજણ ચાર રસ્‍તા રહેતા હતા. જ્‍યારે ઈજાગ્રસ્‍ત પણ અમદાવાદમાં રહેતો હતો. આ અકસ્‍માતને પગલે હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક જામના દ્રશ્‍યો પણ સર્જાયા હતા.

(12:17 PM IST)