News of Wednesday, 24th December 2025
જામનગરમાં હિઝાબ મુદ્ નીતિશકુમારના પૂતળાનું દહન કરે તે પહેલા આમ આદમી પાર્ટીના કાર્યકરોની અટકાયત

જામનગરઃ જામનગરમાં આમ આદમી પાર્ટી દ્વારા બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર દ્વારા એક મહિલા ડોક્ટરની પદવી લેવા ગયેલ ત્યારે તેમનો હિઝાબ હટાવ્યો હોવાના આક્ષેપને લઈને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. લાલ બંગલા સર્કલમાં નીતિશકુમારના પૂતળા નું દહન કરે તે પહેલા પોલીસે પૂતળાને જપ્ત કર્યું હતું અને વિરોધ વ્યક્ત કરી રહેલા આમ આદમી પાર્ટીના કાર્યકરોની અટકાયત કરી હતી.(અહેવાલઃ મુકુંદ બદિયાણી, તસવીરઃ કિંજલ કારસરીયા, જામનગર)
(1:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
