<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th December 2025

‘આપ' પ્રમુખ ઇસુદાન ગઢવીએ ખેતર ખેડીને રાષ્‍ટ્રીય ખેડૂત દિવસ ઉજવ્‍યો

 

રાજકોટઃ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ખેતર ખેડીને આજે રાષ્‍ટ્રીય ખેડૂત દિવસની ઉજવણી કરી હતી. આ દરમિયાન તેમણે ગુજરાતના ૫૪ લાખ ખેડૂત પરિવારોને ખેડૂત દિવસની ખુબ ખુબ શુભકામનાઓ પાઠવી હતી. ઇસુદાન ગઢવીએ આ પ્રસંગે જણાવ્‍યું હતું કે, આઝાદીના ૭૮ વર્ષ થયા અને ગુજરાતમાં કોંગ્રેસે ૩૦ વર્ષ રાજ કર્યું અને ભાજપે ૩૦ વર્ષ રાજ કર્યું. હાલ ભાજપના નેતાઓનો અને ઉદ્યોગપતિઓનો વિકાસ થાય છે, પરંતુ ખેડૂતોનું શું? આજે બહુ મોટો સવાલ છે કે ખેડૂતો કેમ ખેતી છોડી રહ્યા છે? આજે ડોક્‍ટર પોતાના દીકરાને ડોક્‍ટર બનાવવા માંગે છે, વકીલ પોતાના દીકરાને વકીલ બનાવવા માંગે છે અને એક મંત્રી પોતાના દીકરાને ધારાસભ્‍ય અને મંત્રી બનાવો માંગે છે પરંતુ ખેડૂત પોતાના દીકરાઓને ખેડૂત બનાવવા માંગતો નથી. ખેડૂતો રાત દિવસ ખેતી કરે છે પરંતુ તેમની પાસે કંઈ વધતું નથી. આજે કમિશનવાળા લોકો પણ રોજના ત્રણ-ચાર હજાર રૂપિયા કમાઈ લે છે, આજે દસ વીઘાનો  માલિક ખેડૂત પણ દેવામાં ડૂબતો જાય છે. હકીકતમાં લોકોએ સમજવાની જરૂર છે કે સરકાર નીતિઓ એવી બનાવે છે કે ખેડૂતો ખેતી છોડીને ભાગે છે.  જો આવું ચાલ્‍યું તો દસ-પંદર વર્ષ બાદ ઉદ્યોગપતિઓ ખેતીમાં આવી જશે અને એક મણે ઘઉંના રૂા. ૫,૦૦૦ લેશે, તેલના ડબ્‍બાના ૧૦૦૦૦ રૂપિયા લેશે. તો સ્‍પષ્ટપણે દેખાઈ રહી છે કે આ એક મોટું ષડયંત્ર જ છે, એના હું તમને પુરાવા આપું છું.  AAP નેતા ઈસુદાન ગઢવીએ જણાવ્‍યું હતું કે, ખેડૂતો બિચારા ભોળા છે. ખેડૂતો કહે છે કે આ ભાજપનું ગામ છે પરંતુ ભાજપ જ ભાજપનું ગામ અને ભાજપના ખેડૂતોને ભોંય ભેગા કરી દે છે. જેના કારણે ગામડે ગામડે વાંઢાઓની સંખ્‍યા વધી ગઈ છે અને ભાજપના નેતાઓને મજા આવે છે અને કહે છે કે ‘જુઓ આપણી નીતિઓના કારણે આને કોઈ દીકરી આપવા તૈયાર નથી' તો હું સૌને કહીશ કે હવે જાગળત થવાની જરૂરત છે અને ભાજપ પાસે કોઈ આશા રાખવાની જરૂરત નથી. આપણે ભાજપને ૩૦ વર્ષ આપ્‍યા પરંતુ તે લોકો કશું કરી શકયા નહીં, માટે હવે આપણે જાગળત થવાની જરૂર છે

(1:08 PM IST)