News of Wednesday, 24th December 2025
કચ્છના મુન્દ્રામાં દબાણ હટાવ ઝુંબેશ: પોર્ટ તરફ જતા માર્ગ ઉપરના ૫૦ દબાણો હટાવાયા
વારંવાર થતાં ટ્રાફિક જામને પગલે શક્તિ નગર થી રાશાપીર સર્કલ સુધી આર એન્ડ બી દ્વારા દબાણ દૂર કરાયુ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.ર૪ : કચ્છમાં મુન્દ્રા પોર્ટ ઉપરાંત આસપાસ વધી રહેલ ઔદ્યોગિકકરણના પગલે શક્તિ નગર થી રાશાપીર સર્કલ સુધી દરરોજ નાના મોટા હજારો વાહનોની સતત અવર જ્વર રહે છે. અવારનવાર સવાર સાંજ આ વિસ્તારમાં વાહનોનો ટ્રાફિક જામ સર્જાય છે. આજે આર એન બી અને મુન્દ્રા પોલીસ ની ઉપસ્થિતિ માં શક્તિ નગર થી રાશાપીર સર્કલ સુધી ટ્રાફિક ને અડચણ રૂપ નાના મોટા કાચા અંદાજે ૫૦ જેટલા દબાણો દૂર કરાયા હતા. માર્ગ મકાન વિભાગ ના અધિકારી ફેનિસ ભાઈ શેઠિયા એ માહિતી આપતાં જણાવ્યું હતું કે આજે સવારે મુન્દ્રા પોલીસ ની ટીમ ને સાથે રાખી શક્તિ નગર થી ટ્રાફિક ને અડચણ રૂપ એવા દબાણો માં નાના મોટા બોર્ડ, નિયમ મુજબ નડતર રૂપ એવી કેબીનો હટાવવા ની કામગીરી નો પ્રારંભ કરાયો હતો..
તેમજ કાચી પાકી કેબીન ની બહાર નિયમ વિરુદ્ધ ના દબાણો જેસીબી થી દૂર કરાયા હતા. આજે દબાણ હટાવ દરમ્યાન અમુક દબાણકારો સ્વૈછીક દબાણો દૂર કરતા જોવા મળ્યા હતા.
શેઠિયા એ જણાવ્યું હતું કે આજે શક્તિ નગર થી ઝીરો પોઇન્ટ અને ઝીરો પોઇન્ટ થી રાશાપીર સર્કલ વચ્ચે ના દબાણો દૂર કરાયા હતા.
મુન્દ્રા પોલીસ મથક ના પી.આઈ. આર.જે. ઠુંમ્મર ના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ ગોસ્વામી, ઝીરો પોઇન્ટ પોલીસ મથક ના જયેન્દ્રસિંહ ઝાલા, સંજયસિંહ જાડેજા, હર્ષદ રાવલ, જતીન ચૌહાણ અને પોલીસ ટીમ એ દબાણ હટાવ સમયે સજ્જડ બંદોબસ્ત ગોઠવ્યો હતો. (તસ્વીરો: રાજ સંઘવી, મુન્દ્રા)
(2:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
