News of Wednesday, 24th December 2025
મોરબી જીલ્લાના મોટા ગજાના રાજકીય નેતા ભારે આર્થિક વિવાદમાં: લેણદારો ત્રાહિમામ
રાજકીય અગ્રણીના ઘરે ઓફીસ ને અન્ય સ્થળે લેણદારની ઉગ્ર રજુઆતો આમ બની? મોરબીની માર્કેટ ઉપર કમરતોડ ફટકો? નાના મોટા વેપારી રોકડ આપ લે અને જમીન મકાનના સૌદાઓ ઉપર સિધ્ધિ અસરની ભારે ચર્ચા

રાજકોટઃ સિરામિક સિટી મોરબી હાલે પૈસાની લેતીદેતી અને અબજો રૃપિયાની ઉઘરાણી બાબતે મોઢા એટલી વાતો વહેતી થઈ છે જોકે નાની મોટી ઉઘરાણીના ઉગ્ર વિડિયો પણ વાયરલ થયા છે જ્યારે અનેક અબજો પતિ ફરીયાદ પણ ન કરી શકે એવી સ્થિતિમાં ભૈદી મૌન ધારણ કરી સારા સમયની પ્રતિક્ષા કરી રહ્યાની પણ ભારે ચર્ચા છે.
વાત જાણે એમ ચર્ચાય છે કે મોરબીમાં ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયાના નિવાસસ્થાને કેટલીક મહિલાઓ પહોંચી હતી અને પોતાની મોટી રકમો ફસાયા અંગે ઉગ્ર રજુઆતો કરી હતી. સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો હતો, જેમાં મહિલાઓ સંગઠન પ્રમુખ પાસે પૈસા પરત મેળવવા અને શરમ કરો જેવા નારા લગાવતી જોવા મળી હતી. મામલો એટલો ગંભીર બન્યો હતો કે ઘરેથી બહાર નીકળવા માટે પોલીસની મદદ લેવી પડી હતી. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે તેઓ ત્યાંથી રવાના થયા હતા તેવી પણ વાતો જાણીતી છે.
ચર્ચામાં અન્ય પાસાઓ તરફ ધ્યાન આપી તો આને રાજકીય કાવતરું તરીકે પણ જોવામાં આવે છે. ભાજપના જ કેટલાક આંતરિક વર્તુળોમાં એવી પણ ચર્ચા છે કે જયંતીભાઈને પ્રમુખપદેથી હટાવવા માટે આ એક આયોજિત રાજકીય કાવતરું હોઈ શકે છે. જોકે હજુ સુધી સત્તાવાર રીતે એ સ્પષ્ટ થયું નથી કે આ આર્થિક વ્યવહાર કયા કામ માટે હતો કેટલી રકમની લેતી-દેતી બાકી હતી. એક વાત એવી છે કે બે પેઢીની એવડી મોટી રકમો છે કે આ બન્ને પેઢી બોલી પણ ન શકે એવી સ્થિતિ છે. ટૂંકમાં, આ આર્થિક વિવાદને કારણે મોરબી ભાજપના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે અને પક્ષની છબી ખરડાવા મુદ્દે પણ કાર્યકરોમાં ચર્ચા છે.
મોરબી શહેર ઉપરાંત જિલ્લામાં થતી અલગ અલગ વાતોમાં એવુ પણ સાંભળવા મળે છે કે સરાફી મંડળી શરૂ થયેલ અને અબજોની લેતી દેતી સુધી સફળતાપુર્વક પહોંચી હતી ત્યારે રાજકોટની ભાગિદાર પેઢી દેવાદાર બની હોય અને એની સાથે રાજકીય લોકો પણ સંકળાયેલા હોય વાત વાયુવેગે મોરબી પહોંચતા અહી પૈસા આપનારની હાલત કફોડી બની હતી અને તાબડતોબ ઉઘરાણી દોર શરૂ થયો હતો જેની ભારે ચર્ચા જાગી છે. અબજોના વહેવારમાં ઘણા કર્મચારીઓ પેન્સનના પૈસા એક ટકાના લાલચે તો ઘણા મંડળો સમુહ ભંડોળને ડબલ કરવા તો કરોડ પતિઓ બેનામી સંપતીના શિખરો સર કરવા ભર્યા હોવાનું ચર્ચાય છે. જેમાથી અમુક જ ફરીયાદ કરી શકે એવી સ્થિતિમાં છે બાકીનાને સારા સમય ની વાટ જોયા સિવાય કોઈ રસ્તો નથી. એક એવી વાત છે કે ન વેચાતી જમીનની ડબલ ગણી કિંમત મેળવવા માટે લેણદાર ને પધરાવી ૩૦% માં પતાવટની ચર્ચા છે. અમુક જેટલુ હાથવગું થાય એટલુ કરવા માટે પણ રાજી થઈ ગયા છે. ત્યારે આ અંગેની ઘટનામાં હકીકત કેટલી એનો જવાબ તો જવાબદાર રાજકારણી જ આપી શકે છે.
તેમણે જનતા કાર્યકરો સમક્ષ જાહેર કરી દુધનુ દુધને પાણીનુ પાણી કરી દેવુ જોઈએ. જેથી ટોક ઓફ ધ ટાઉન બનેલી બાબત બંધ થાય તેવુ લોકમૂખે ચર્ચાઈ રહેલ છે. ભારતીય જનતા પાર્ટીના જીલ્લાના શિર્ષ નૈતૃત્વ પૈકીની મહત્વની ભૂમિકા ભજવી રહેલા હોય ચર્ચા ખૂબ છે.
(3:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
