News of Wednesday, 24th December 2025
અંદાજીત રૂ.૬૮ કરોડથી વધુના ખર્ચે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગાંધવીથી હર્ષદમાતા મંદિર સુધીનો ફોર ટ્રેક સી.સી.રોડ બનાવાશે
રોડ અંદાજિત ૭ કી.મી.નો ૨૪ મીટર રસ્તો વરસાદી પાણી નિકાલ, ફુટપાથ, લાઈટ્સ જેવી સુવિધાઓ સાથે તૈયાર કરવામાં આવશે

દેવભૂમિ દ્વારકા: રાજ્ય સરકાર પ્રવાસીઓની સુવિધામાં વધારો થાય અને પ્રવાસન થકી જિલ્લામાં રોજગાર અને વિકાસની નવી દિશાઓ ખુલે તે માટે સતત પ્રયત્નશીલ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા પ્રસિદ્ધ યાત્રાધામ હર્ષદ માતા મંદિર અગત્યનું પ્રવાસન કેન્દ્ર છે. ગાંધવી (પોરબંદર- દ્વારકા હાઈવે) થી હર્ષદ માતા મંદિરનો આ પ્રસ્તાવિત ફોર ટ્રેક સી.સી. રોડ ધાર્મિક પ્રવાસન સ્થળને સારી કનેક્ટીવીટી પુરી પાડશે અને કોસ્ટલ ટુરીઝમને વેગ આપશે. આ પ્રોજેક્ટ થકી વિસ્તારમાં પ્રવાસીઓની સંખ્યા વધશે અને સ્થાનિક વિકાસને વેગ મળશે. આ રોડ અંદાજિત ૭ કી.મી.નો ૨૪ મીટર રસ્તો વરસાદી પાણી નિકાલ, ફુટપાથ, લાઈટ્સ જેવી સુવિધાઓ સાથે તૈયાર કરવામાં આવશે, જે દરિયાકાંઠા નજીક એક સુંદર દૃશ્યનું નિર્માણ કરશે. રસ્તાઓ વચ્ચેની જગ્યામાં વૃક્ષારોપણ પણ કરવામાં આવશે. આ રસ્તો માર્ગ અને મકાન વિભાગ- સ્ટેટની દેખરેખ હેઠળ બનાવવામાં આવશે.
(8:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
