<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th December 2025

સુરેન્દ્રનગરમાં ED કાર્યવાહી બાદ મોટો ઝટકો : કલેક્ટર ડૉ. રાજેન્દ્ર પટેલની તાત્કાલિક બદલી: DDO કે. એસ. યાજ્ઞિકને સોંપાયો ચાર્જ

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના દરોડા બાદ સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્રમાં મોટો ખળભળાટ :રાજ્ય સરકારે જિલ્લા કલેક્ટર ડૉ. રાજેન્દ્ર પટેલને પદેથી હટાવીને સામાન્ય વહીવટ વિભાગ (GAD)માં મુકતા આદેશ જારી કર્યા

અમદાવાદ :એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના દરોડા બાદ સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્રમાં મોટો ખળભળાટ મચી ગયો છે. રાજ્ય સરકારે તાત્કાલિક અસરથી જિલ્લા કલેક્ટર ડૉ. રાજેન્દ્ર પટેલને પદેથી હટાવીને સામાન્ય વહીવટ વિભાગ (GAD)માં મુકતા આદેશ જારી કર્યા છે. આ સાથે જિલ્લા વિકાસ અધિકારી (DDO) કે. એસ. યાજ્ઞિકને કલેક્ટર પદનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.

આ કાર્યવાહી EDના દરોડાના માત્ર 24 કલાકની અંદર થઈ છે, જેમાં જમીન કૌભાંડ અને ભ્રષ્ટાચારના આરોપોની તપાસ ચાલી રહી છે. ડૉ. રાજેન્દ્ર પટેલ (2015 બેચના IAS અધિકારી) ફેબ્રુઆરી 2025થી સુરેન્દ્રનગરના કલેક્ટર તરીકે ફરજ બજાવતા હતા. EDએ તેમના નિવાસસ્થાને અને કલેક્ટર કચેરી સંલગ્ન અન્ય સ્થળોએ દરોડા પાડીને મહત્વના દસ્તાવેજો અને ફાઈલો જપ્ત કરી હતી.

આ કેસમાં નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની પણ EDએ ધરપકડ કરી છે અને તેમના ઘરેથી 67.50 લાખ રૂપિયાની રોકડ મળી આવી હતી. આ ઉપરાંત ગુજરાત ACBએ કલેક્ટર ડૉ. રાજેન્દ્ર પટેલ, તેમના અંગત સચિવ જયરાજસિંહ ઝાલા, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી અને અન્ય એક વ્યક્તિ સામે ભ્રષ્ટાચારની FIR નોંધી છે. આરોપ છે કે જમીનને નોન-એગ્રીકલ્ચરલ (NA) કરવા માટે લાંચની માંગણી કરવામાં આવી હતી અને આ કૌભાંડનું કદ 1500 કરોડ રૂપિયા સુધીનું હોવાનું અનુમાન છે.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના દરોડા બાદ સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્રમાં મોટો ખળભળાટ મચી ગયો છે. રાજ્ય સરકારે તાત્કાલિક અસરથી જિલ્લા કલેક્ટર ડૉ. રાજેન્દ્ર પટેલને પદેથી હટાવીને સામાન્ય વહીવટ વિભાગ (GAD)માં મુકતા આદેશ જારી કર્યા છે. આ સાથે જિલ્લા વિકાસ અધિકારી (DDO) કે. એસ. યાજ્ઞિકને કલેક્ટર પદનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.

આ કાર્યવાહી EDના દરોડાના માત્ર 24 કલાકની અંદર થઈ છે, જેમાં જમીન કૌભાંડ અને ભ્રષ્ટાચારના આરોપોની તપાસ ચાલી રહી છે. ડૉ. રાજેન્દ્ર પટેલ (2015 બેચના IAS અધિકારી) ફેબ્રુઆરી 2025થી સુરેન્દ્રનગરના કલેક્ટર તરીકે ફરજ બજાવતા હતા. EDએ તેમના નિવાસસ્થાને અને કલેક્ટર કચેરી સંલગ્ન અન્ય સ્થળોએ દરોડા પાડીને મહત્વના દસ્તાવેજો અને ફાઈલો જપ્ત કરી હતી.

આ કેસમાં નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની પણ EDએ ધરપકડ કરી છે અને તેમના ઘરેથી 67.50 લાખ રૂપિયાની રોકડ મળી આવી હતી. આ ઉપરાંત ગુજરાત ACBએ કલેક્ટર ડૉ. રાજેન્દ્ર પટેલ, તેમના અંગત સચિવ જયરાજસિંહ ઝાલા, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી અને અન્ય એક વ્યક્તિ સામે ભ્રષ્ટાચારની FIR નોંધી છે. આરોપ છે કે જમીનને નોન-એગ્રીકલ્ચરલ (NA) કરવા માટે લાંચની માંગણી કરવામાં આવી હતી અને આ કૌભાંડનું કદ 1500 કરોડ રૂપિયા સુધીનું હોવાનું અનુમાન છે.

નોંધપાત્ર વાત એ છે કે EDના દરોડાના ત્રણ દિવસ પહેલા જ કલેક્ટરે NA શાખાના સ્ટાફની અચાનક બદલી કરી હતી, જેને લઈને પણ શંકાઓ ઊભી થઈ છે. આ કાર્યવાહીથી વહીવટી તંત્રમાં ભ્રષ્ટાચાર વિરોધી અભિયાનને વેગ મળ્યો છે અને સરકારની કડક વલણના સંકેત મળી રહ્યા છે. તપાસ ચાલુ હોવાથી વધુ ખુલાસાઓ થવાની શક્યતા છે.

 

(10:56 PM IST)