તા. ૧૦ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૯, રવિવાર
News of Wednesday, 24th December 2025
નિવૃત પીઆઇ પર ટ્રેનમાં હુમલો કરી લૂંટ કરવાના ચકચારી મામલાનો ભેદ ઉકેલાયો; રાજકોટ રેલવે પોલીસ/ LCB/ SOG / સુરેન્દ્ર નગર/ જામનગર પોલીસની સંયુક્ત મહેનત રંગ લાવી
આરોપી પંજાબનો નિશાનસિંગ ગુલાબસિંગને ટેક્નિકલ સર્વેલેન્સ આધારે ઝડપી લેવાયો. પોલીસ ઇન્સ્પેક્ટર હિતેન્દ્રસિંહ રાણા સહિતના અધિકારીઓ સ્ટાફને અભિનદન આપતા CID વડા ડૉ કે. એલ એન.રાવ, એડી ડીજી રેલવે પરીક્ષિતા રાઠોડ વિગેરે દ્વારા અભિનંદન

રાજકોટ : રાજકોટ નજીક ચાલુ ટ્રેનમાં નિવૃત પીઆઇ પર ટ્રેનમાં હુમલો કરી લૂંટ કરવાના ચૂકવાતી મામલાનો ભેદ ઉકેલાયો છે ,ગુન્હાનો ભેદ ઉકેલવામાં રાજકોટ રેલવે પોલીસ/ LCB/ SOG / સુરેન્દ્ર નગર/ જામનગર પોલીસની સંયુક્ત મહેનત રંગ લાવી છે
આરોપી પંજાબનો નિશાનસિંગ ગુલાબસિંગને ટેક્નિકલ સર્વેલેન્સ આધારે ઝડપી લેવાયો છે પોલીસ ઇન્સ્પેક્ટર હિતેન્દ્રસિંહ રાણા સહિતના અધિકારીઓ સ્ટાફને અભિનદન આપતા CID વડા ડૉ કે. એલ એન.રાવ, એડી ડીજી રેલવે પરીક્ષિતા રાઠોડ વિગેરે દ્વારા અભિનંદન પાઠવ્યા છે
અત્રે ઉલ્લેખનીય છે કે જામનગરમાં જી.જી.હોસ્પિટલ પાસે રહેતાં ધર્મેન્દ્રસિંહ અનોપસિંહ જાડેજા (ઉ.વ.77) જામનગર-વડોદરા ઇન્ટરસીટી ટ્રેનમાં બેસી વહેલી સવારે જામનગરથી અમદાવાદ જવા નીકળ્યા હતા ત્યારે 5 વાગ્યે ટ્રેન હાપાથી ઉપડી પડધરી પહોંચે તે પહેલા ચાલુ ટ્રેનમાં ધર્મેન્દ્રસિંહ પર અજાણ્યા શખ્સે હુમલો કરી ઢીકાપાટુનો માર મારી તેમજ ટ્રેનમાં રખાયેલા આગ ઓલવવાના બાટલા વડે માથા-મોઢા પર બેફામ માર મારતાં લોહીલુહાણ થઇ ગયા હતાં
. દરમિયાન ટ્રેન રાજકોટ સ્ટેશન આવી ત્યારે ધર્મેન્દ્રસિંહને લોહી નીકળતી હાલતમાં ટ્રેનમાંથી બહાર આવતાં લોકો એકઠા થઇ ગયા હતાં અને 108 મારફત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં.
આ કામગીરીમાં પોલીસ અધિકારી એચ.એમ.રાણા પો.ઇન્સ.રાજકોટ રે.પો.સ્ટે.,બી.પી. વેગડા પો.ઇન્સ. જામનગર રે.પો.સ્ટે.જે.એમ.પરમાર પો.સ.ઈ. એલ.સી.બી.૫.રે.રાજકોટ તથા ટીમ સી.પી. બાવળીયા, પો.સ.ઇ. સુરેન્દ્રનગર રે.પો.સ્ટે. તથા સર્વેલન્સ ટીમ,રાજકોટ રેલ્વે પો.સ્ટે. ના પો.સ.ઈ. બી.જે.જાડેજા, ડી.એન.જોષી તથા પી.વી. ડોડીયા એસ.ઓ.જી. એ.એસ.આઇ. સિધ્ધરાજસિંહ, હેડ કોન્સ. પૃથ્વીરાજસિંહ, એલ.સી.બી.રાજકોટ રેલ્વે પો.સ્ટે. સર્વેલન્સના હેડ કોન્સ. મધુરાજસિંહ, HC વનરાજભાઇ બી, HC મનસુખભાઇ, HC દિવ્યરાજસિંહ કે. PC- અનિલભાઇ, PC- યોગીરાજસિંહ.ડી.એ.એસ.આઇ. કાંતિલાલ ભીખાભાઇ, પો.કોન્સ. વિષ્ણુભાઇ જોડાયા હતા
(11:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
