News of Thursday, 25th December 2025
એસએસકેઆઈ કરાટે સ્ટેટ ચેમ્પિયનશીપમાં ભુજની ૧૦ વર્ષની બે જોડિયા બહેનોને ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ
ડિન્સા હાર્દિક સૈયાએ કાતા અને કુમિતેએ બંનેમાં ગોલ્ડ મેડલ જીત્યો જ્યારે ડેઇઝી હાર્દિક સૈયાએ કુમિતે અને કાતા બંનેમાં બ્રોન્ઝ મેડલ જીત્યો

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૫ : ગત રવિવારે ૨૧/૧૨ ના અમદાવાદ મધ્યે આયોજિત સ્ટેટ લેવલ કરાટે ચેમ્પિયનશીપમાં ભુજની બે જોડિયા બહેનોએ ઉત્કૃષ્ટ દેખાવ કરી બે મેડલ જીત્યા હતા. સીતાં-રયુ સ્પોર્ટ્સ કરાટે એસોસિએશન ઓફ ઇન્ડિયા (એસએસકેઆઈ) દ્વારા અમદાવાદ ખાતે આવેલ લક્ષ્ય સ્કૂલમાં યોજાયેલ આ સ્પર્ધામાં ૪૦૦ થી વધુ છાત્રોએ ભાગ લીધો હતો. જેમાં ભુજના સ્પર્ધકો પૈકી ૧૦ વર્ષની જોડિયા બહેનોમાં ડિન્સા હાર્દિક સૈયાએ કાતા અને કુમિતે એ બંનેમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. જ્યારે ડેઇઝી હાર્દિક સૈયાએ કુમિતે અને કાતા બંનેમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. બંને બહેનો કોચ ધવલ સોની પાસે કરાટેનું શિક્ષણ લઈ રહી છે. મૂળ મુન્દ્રા તાલુકાના ગેલડા ગામના વતની એવો તેમનો પરિવાર હાલ ભુજમાં ફોટોગ્રાફી લેમિનેશનના વ્યવસાય સાથે સંકળાયેલો છે. આ બંને દીકરીઓની સિદ્ધિને સૈયા પરિવારના હિરાલાલભાઈ મોરારજી, ફોટોગ્રાફિક સોસાયટીના પ્રમુખ પ્રકાશભાઈ ગાંધી અને ભુજ કવીઓ જૈન મહાજનના પ્રમુખ જીગરભાઈ છેડાએ બિરદાવી અભિનંદન પાઠવ્યા છે.
(9:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
