<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th December 2025

કાલે જુનાગઢની પ્રેમાનંદ સ્‍કૂલનો વાર્ષિક સમારોહ અભિવ્‍યક્‍તિ

સંત શ્રી મુક્‍તાનંદ બાપુની પાવન નિશ્રામાં આયોજન

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૨૫ : જૂનાગઢમાં બિલનાથ મંદિર વંથલી રોડ પર આવેલ પ્રેમાનંદ સ્‍કૂલના વાર્ષિક સમારોહ અભિવ્‍યક્‍તિનું આવતીકાલ તારીખ ૨૬ ડિસેમ્‍બરના રોજ આયોજન કરવામાં આવ્‍યું છે.

સાંજે ૫ થી ૮ દરમિયાન આયોજિત કાર્યક્રમમાં સંત શ્રી મુક્‍તાનંદ બાપુ ઉપસ્‍થિત રહી આશીર્વાદ પાઠવશે. ગિજુભાઈ ભરવાડ, અજય ભાઈ ગુડકા સહિતના મહાનુભાવો ઉપસ્‍થિત રહેશે.

વાર્ષિક સમારોહ અભિવ્‍યક્‍તિના આયોજનને સફળ બનાવવા માટે વિવિધ તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે.

 

(10:39 AM IST)