<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th December 2025

ઉના પંથકના નાંદણ ગામે કોમી એકતાના પ્રતીક સૂફી સંત સેલાની પીરનો ઉર્ષ ધામધૂમથી ઉજવાયો

વિદ્યાર્થીઓને બુક, પેન-પેન્‍સીલનું વિતરણ : સન્‍માન નાત શરીફ મહાપ્રસાદ કાર્યક્રમ યોજાયો

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૫: ઉના પંથકનું છેવાડાનો ગામ એટલે નાંદણ કે જ્‍યાં ૯૫% હિન્‍દુ સમાજની વસ્‍તી છે જે ગામના મુખ્‍ય ચોકમાં પૌરાણિક વર્ષો જુની સૂફી સંત હઝરત સેલાની પીર સરકારની દરગાહ આવેલ છે જેમનો ઉર્ષ બે દિવસ સુધી દર વર્ષે ધામધૂમ થી ઉજવવામાં આવે છે જેમાં ગુજરાત સહિત આસપાસના રાજ્‍યોના તમામ સમાજના ભક્‍તો પોતાની આસ્‍થાની સાથે દરગાહે ચાદર ચડાવી પોતાની મનોકામના પૂરી કરે છે તે ઉર્ષના પ્રથમ દિવસે સાંજે નાંદણ ગામના તમામ સમાજના નાના મોટા ૪૫૦ થી વધુ બાળકો માટે બટુક ભોજનનું આયોજન કરાયું હતુ જેમાં સાથે સાથે નોટબુક, બોલપેન અને પેન્‍સિલનું પણ વિતરણ કરાયું હતું અને રાત્રિના ૧૦ કલાકે નાત શરીફનો પ્રોગ્રામ યોજાયો હતો જેમાં સંતો, મૌલવીઓ, આગેવાનો અને વરિષ્ઠ પત્રકારોનું ઉર્ષ કમિટીના મુખ્‍ય આયોજક આરીફબાપુ અત્તારીના હસ્‍તે શાલ અને પુષ્‍પગુચ્‍છ થી સન્‍માન કરાયું હતું.

 તેમજ ઉર્ષ ના બીજા દિવસે સવારે આરીફબાપુના ઘરે થી દરગાહ સુધી જાંબુર ગામના સિદી સમાજના યુવાનોની ધમાલની સાથે ચાદર ચડાવવામાં આવી હતી અને બપોરે ઉર્ષ માં આવનાર તમામ હિન્‍દુ મુસ્‍લિમ સમાજના લોકો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્‍યું હતું જેમાં મહમદભાઈ ભટ્ટી, નજીરભાઈ ભટ્ટી, ભાવેશભાઈ ટાંક અને મોહસીન શાહમદાર સહિત ઉર્ષ કમિટીના તમામ સભ્‍યો એ ખૂબ જ વ્‍યવસ્‍થિત રીતે સુંદર આયોજન કરી નાંદણ ગામમાં કોમી એકતાના સૂત્રને સાર્થક કરી ઉર્ષની ધામધૂમથી ઉજવણી કરી હતી.

 

(10:40 AM IST)