હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મુળીના ભેટ ગામે ગેરકાયદેસર કાર્બોસેલના ખાડાઓ બુરાણની કામગીરી
ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો..

વઢવાણ, તા.૨૫: સુરેન્દ્રનગર જિલ્લામાં બેફામ રીતે ખનીજ ચોરી ચાલી રહી છે ત્યારે સુરેન્દ્રનગરના ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા દરોડા પાડી અને કાર્યવાહી શરૂ કરવામાં આવી છે ત્યારે મુળી થાનગઢ તાલુકામાં બેફામ ચાલતી કાર્બોસેલની ખાણો ઉપર દરોડા પાડી અને કાર્યવાહી હવે શરૂ કરવામાં આવી છે..
ત્યારે એક સમયે તંત્ર દ્વારા ૨૨૦૦ જેટલી કાર્બોસેલની ખાણો કરોડો રૂપિયાનો ખર્ચ કરી અને પુરવામાં આવી હતી પરંતુ તે છતાં પણ ખનીજ માફિયાઓ દ્વારા કાર્બોસેલની ચોરી કરવા માટે ખાણો ફરી ખોદી નાખવામાં આવી છે ત્યારે હવે પ્રાંત અધિકારી દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે જેમાં કોઈપણ પ્રકારની ગ્રાન્ટ વગર જ ખાણો પૂરવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
જેમાં મુળી તાલુકાના ભેટ ગામે ઝડપાયેલી કાર્બોસેલની ખાણો હવે પુરવામાં આવી રહી છે જે લોડર મશીનો અને જેસીબી મશીનોનો ઉપયોગ કરી સુરેન્દ્રનગરમાં ઙ્કથમ વખત વિના રૂપિયા કાર્બોસેલની ખાણો પૂરવાની શરૂઆત કરી દેવામાં આવી છે અને ખનીજ માફિયાઓ સામે પગલાં પણ ભરવામાં આવી રહ્યા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
