News of Thursday, 25th December 2025
ભાવનગરમાં જમાઈને જમવા બોલાવી સાસરીયાએ માર્યોઃ પુત્રીનું અપહરણ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૨૫:ગઢડા તાલુકાના રસનાળ ગામે રહેતા અને પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતા યશ હિતેશભાઈ ઉપાધ્યાય ઉ. વ. ૨૪ નામના યુવાનએ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે ઇસ્કોન મેગાસિટીમાં રહેતા તેના સસરા પર્વતભાઈ ખોડાભાઈ મોરડીયા તથા તેના ઘરના સભ્યોએ તેમની દીકરી સાથે કરેલ પ્રેમ લગ્નની દાજ રાખી તેમને તેમના ઘરે જમવા બોલાવી તેના ઘરે જ મને તથા મારા માતા-પિતાને માર મારી પોતાની દીકરી(મારી પત્ની) પ્રિયાનું બળજબરીથી લઈ જઈ અપહરણ કરેલ.
યશ ઉપાધ્યાયે ફરિયાદમાં જણાવેલ કે ઈસ્કોન મેગાસિટીમાં રહેતા પર્વતભાઈ ખોડાભાઈ મોરડીયાની દીકરી પ્રિયા સાથે ઇન્સ્ટાગ્રામ સોસીયલ મીડિયા મારફત પરિચય થયા બાદ પ્રેમ થયેલ અને એક મહિના પહેલા તેઓએ લગ્ન કર્યા હતા અને સુરત ગયા હતા અને ત્યાં હોટલમાં રહેતા હતા જે પર્વતભાઈ તથા તેના ઘરના સભ્યોને પસંદ ના હોય તેઓ તથા તેમના મળતીયાઓ દ્વારા ફોન કરીને તેમને બોલાવતા હતા.
દરમિયાન ૧૫ દિવસ પહેલા તેના સસરા પર્વતભાઈ તેમજ તેના સબંધીઓ રસનાળ તેમના ઘરે ગયા હતા અને તેના પિતા સાથે સમાધાન ની વાત કરીને ઘરે જમ્યા પણ હતા. બાદ તેમના ઘરે જમવા આવવાનું આમંત્રણ આપેલ ત્યારબાદ તેના પિતા એ પણ તેને કહેતા તા. ૨૩ના રોજ યસ, તેના પત્ની પ્રિયા તથા તેના માતા-પિતા સાથે તેના સાસરે પર્વતભાઈના ઇસ્કોન મેગાસિટીના ઘરે જમવા ગયેલ. તેના ઘરે જતા થોડી વારમાં બારણા બંધ કરી પર્વતભાઈ ઉપરાંત હિતેશ મોરડીયા તેમજ મારી પત્નીના મામા, ફુવા તથા ત્રણ અજાણ્યા શખ્સોએ મને ઢીકાપાટુનો માર મારેલ અને મારા માતા-પિતાને પાઈપ વડે મારમારી ઇજા કરેલ અને કહેલ કે આજ તમારો જમણવાર હતો. દરમ્યાન મારી પત્ની પ્રિયાને બળજબરીથી અપહરણ કરી લઇ ગયેલ. પોલીસે બનાવ અંગે વધુ તપાસ ધરી છે.(૨.૮)
(10:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
