તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Thursday, 25th December 2025
ટંકારાના લજાઇના હરજીવનભાઇ મકવાણાનું ઓપરેશન બાદ મોત

બેતાલીસ વર્ષના યુવાને રાજકોટમાં દમ તોડયો
રાજકોટ તા. ૨૫: ટંકારાના લજાઇ ગામે રહેતાં હરજીવનભાઇ પુંજાભાઇ મકવાણા (ઉ.વ.૪૨)નું અગાઉ આંતરડાનું ઓપરેશન કરાવેલુ હોઇ ગકાઇલે તબિયત બગડતાં અને બ્લીડીંગ થવા માંડતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે ટંકારા પોલીસને જાણ કરી હતી.
મૃત્યુ પામનાર હરજીવનભાઇ બે ભાઇ અને અકે બહેનમા મોટા હતાં. સંતાનમાં બે દિકરી અને એક દિકરો છે. પોતે છુટક મજૂરી કરતાં હતાં. તેને કેન્સર હોઇ આંતરડાનું ઓપરેશન કરાવ્યું હતું. તેમાંથી બ્લીડીંગ થયા બાદ તબીયત બગડી હોવાનું સગાએ કહ્યું હતું. ટંકારા પોલીસે આ અંગે જરૂરી કાર્યવાહી કરી હતી.
(11:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
