હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સુરેન્દ્રનગરના ગોડાઉન ઉપર દરોડો.. ૨૫૦૦ કિલો પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત

વઢવાણ, તા.૨૫: સુરેન્દ્રનગર જિલ્લામાં સિંગલ યુઝ પ્લાસ્ટિક વપરાશ અને વેચાણ ઉપર પ્રતિબંધ કરવામાં આવ્યો છે તે છતાં પણ સુરેન્દ્રનગરની બજારોમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ અને વેચાણ થઈ રહ્યું છે અને ઉત્પાદન પણ થઈ રહ્યું છે પરંતુ હવે મહાનગરપાલિકા દ્વારા દરોડા પાડવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે ત્યારે ૮૦ ફુટ રોડ ઉપર આવેલા પ્લાસ્ટિકના ગોડાઉન ઉપર દરોડા પાડી અને ૨૫૦૦ કિલો જેટલું પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું છે
સેનિટેશન વિભાગની ટીમ દ્વારા ૧૬૬ જેટલા સિંગલ પ્લાસ્ટિકના કાર્ટૂન જપ્ત કરવામાં આવ્યા છે નગરપાલિકાનું ગોડાઉન નાનું પડ્યું હોવાના કારણે કંપાઉન્ડમાં આ સિંગલ યુઝ પ્લાસ્ટિકના કાર્ટૂન મૂકવામાં આવ્યા છે અને માલિકની સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
આગામી દિવસોમાં જો પ્લાસ્ટિક વેચાણ અને વપરાશ કરવામાં આવતા હશે અને સિંગલ યુઝ પ્લાસ્ટિકનું ઉત્પાદન કરતા કોઈ તત્વો ઝડપાસે તો તેમની મિલકત સીલ કરવા અંગેની તૈયારી પણ મહાનગરપાલિકાની ટીમ દ્વારા દેખાડવામાં આવી છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
