<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th December 2025

ભાયાવદરમાં જૂગારના હાટડા ઉપર પોલીસ ત્રાટકીઃ ૧.૪ લાખની રોકડ સાથે ૬ પકડાયા

અતુલ વાછાણી તેના મકાનમાં જૂગાર રમાડતો'તોઃ ર.૭૪ લાખનો મુદામાલ કબ્‍જે

તસ્‍વીરમાં જુગાર રમતા પકડાયેલ શખ્‍સો અને વાહનો નજરે પડે છે.

રાજકોટ તા. રપ :.. ભાયાવદરમાં રહેણાંક મકાનમાં ચાલતા જૂગારના હાટડા ઉપર પોલીસે રેઇડ કરી જૂગાર રમતા ૬ શખ્‍સોને ૧.૪ લાખની રોકડ સહીત ર.૭૪ લાખના મુદામાલ સાથે ઝડપી લીધા હતાં.

 પોલીસ અધિક્ષક શ્રી વિજયસિંહ ગુર્જર  રાજકોટ ગ્રામ્‍ય, તથા  ધોરાજીના મદદનીશ પોલીસ અધિક્ષક સુ.શ્રી સીમરન ભારદ્વાજ દ્વારા પ્રોહી-જુગાર  નાબુત કરવા સુચના કરેલ હોય જે અનુસંધાને   ભાયાવદર પોલીસ સ્‍ટેશનના પોલીસ ઇન્‍સપેક્‍ટર  વી.સી.પરમાર  તથા સ્‍ટાફ   ભાયાવદર પો.સ્‍ટે. ખાતે હાજર હોઇ તે દરમ્‍યાન  ખાનગી રાહે હકીકત મળેલ કે, અતુલ  માવજીભાઈ વાછાણી રહે.ભાયાવદર,મયુરનગર વાળો તેના મકાનમાં આર્થીક ફાયદા સારૂ બહારથી માણસો બોલાવી ગંજીપતાના પાનાવડે તેરપત્તીનો સીકીડીકી (રમી) નામનો જુગાર રમી રમાડી લાઈટ-પાણીની તથા જુગારના સાધનોની વ્‍યવસ્‍થાન પુરી પાડી જુગારનો અખાડો ચલાવે છે જે બાતમી અન્‍વયે રેઈડ  કરી જૂગાર રમતા મકાન માલિક

  અતુલ માવજીભાઇ વાછાણી રહે. મયુરનગર બાલ મંદીર પાસે ભાયાવદર,  ચંદ્રેશ જેન્‍તીભાઇ વાછાણી રહે.રોકડ શેરી ચાર નાકા વંડી પાસે ભાયાવદર, દીનેશ શાંતીલાલ કનેરીયા રહે.ખીજડા શેરી ભાયાવદર, હીરે રમણીકભાઇ માકડીયા રહે.પ્‍લોટ વિસ્‍તાર ચકર ચોક પાસે ભાયાવદર, જયેશ ગોરધનભાઈ ભાલોડીયા રહે.રોકડ શેરી ભાયાવદર  તથા કીશોર  લખમણભાઇ માકડીયા રહે.કળષ્‍ણનગર સોસાયટી ભાયાવદરને  રોકડા રૂ. ૧,૦૪,૫૧૦/- મોબાઇલ ફોન નંગ-૦૬ કિ.રૂ. ૪૦,૦૦૦૦/ તથા  મોટર સાયકલ ૦૪ કી.રૂ. ૧,૩૦,૦૦૦/ મળી કુલ ર,૭૪,પ૧૦ નો  મુદામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

આ કાર્યવાહી ભાયાવદરના  પીઆઇ. વી.સી.પરમાર, એએસઆઇ રોહીતભાઇ વાઢેળ, એએસઆઇ અરૂણભાઈ  ખટાણા, રણજીતભાઇ  ડૈરૈયા,  મહેશભાઇ  સદાદીયા,  સત્‍યપાલસિંહ જાડેજા, મહેશભાઇ મખાભાઇ ગમારા, શક્‍તિસિંહ વિક્રમસિંહ જાડેજા, દીલીપસિંહ જયદેવસિંહ જાડેજા,  હીંમાશુભાઇ દેવાભાઇ હુણ સહિતના સ્‍ટાફે કરી હતી. 

(11:30 AM IST)