<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th December 2025

વાંકાનેર રેલ્‍વે સ્‍ટેશન ખાતે ટ્રેનમાંથી ઉતરી અજાણ્‍યા પુરૂષે પાટા ઉપર સૂઇ આપઘાત કર્યો

આપઘાત કરનાર અજાણ્‍યા પુરૂષની ઓળખ મેળવવા તપાસ

(લિતેશ ચંદારાણા દ્વારા વાંકાનેર તા. રપ :.. વાંકાનેર રેલ્‍વે સ્‍ટેશન ખાતે અજાણ્‍યો પુરૂષ ટ્રેનમાંથી નીચે ઉતરી પાટા પર સૂઇ જઇ આપઘાત કરી લીધો હતો.

મળતી વિગતો મુજબ વાંકાનેર રેલ્‍વે સ્‍ટેશન ખાતે આજરોજ બુધવારે ઓખાથી નાથદ્વારા તરફ જતી ટ્રેન નં. ૧૯પ૭પ માં મુસાફરી કરતો એક અજાણ્‍યા પપ વર્ષીય પુરૂષ વાંકાનેર રેલ્‍વે સ્‍ટેશન ખાતે ટ્રેન ઉભી રહેતા ટ્રેન નીચે ઉતરી બાદમાં ટ્રેન શરૂ થતા જ કોઇ અગમ્‍ય કારણોસર અચાનક ટ્રેનના પાટા પર નીચે સૂઇ જતા ટ્રેનના વ્‍હીલ પુરૂષના શરીર પર ફરી વળતા તેનું કરૂણ મોત થયું હતું. જેથી આ બનાવની વાંકાનેર રેલ્‍વે પોલીસે અકસ્‍માત મૃત્‍યુ નોંધ કરી મૃતકની ઓળખ મેળવવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. મૃતકના વાલી - વારસોને તપાસનીશ કુલદીપસિંહ ઝાલા મો. ૯૧૭૩પ પપપ૩૮ નો સંપર્ક કરવા જણાવાયું છે.

(11:31 AM IST)