તા. ૧ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ આસો વદ અમાસ, શુક્રવાર
News of Thursday, 25th December 2025
જામજોધપુરના ધુનડામાં પૂ. હરીરામબાપાના પ્રાગટયોત્સવની પૂ. જેન્તિરામબાપાના સાનિધ્યમાં ઉજવણી

જૂનાગઢઃ જામજોધપુરના ધુનડા ગામે આવેલ સતપુરણધામ આશ્રમ ખાતે પુ. હરીરામબાપાના પ્રાગટયોત્સવની પુ. જેન્તિરામબાપાની સાનિધ્યમાં ભાવભેર ઉજવણી કરવામાં આવેલ જેમાં પુ. જેન્તિરામબાપા દ્વારા પુ. હરીરામબાપાના ચરણપાદુકાનું પુજન કરી ભાવવંદના કરવામાં આવેલ અને ત્યારબાદ પુ. બાપાએ એ સત્સંગ સભામાં લોકો ને આશિર્વાદ આપેલ અને રાત્રે લોકડાયરામાં લોકસાહિત્યકાર શિવરાજભાઇ વાળા સહિતના કલાકારો એ જમાવટ કરી હતી આ પ્રસંગે જૂનાગઢ અકિલાના પત્રકાર તેમજ મહાદેવ રિર્સોટ જૂનાગઢવાળા નિલેશભાઇ ભરાડ,મેંદરડાથી કાનજીભાઇ ભુરાભાઇ તૈરૈયા (કાત્રાસા) વાળા કે જેઓએ રાજગોર બ્રાહ્મણજ્ઞાતિનું પ્રથમ સંમેલન બોલાવેલ તેમના પોૈત્ર જીવનભાઇ મોહનભાઇ તેરૈયા સહિતના વિવિધ ક્ષેત્રના આગેવાનો સતપરિવારના સત્સંગીઓ ઉપસ્થિત રહી ધર્મલાભ લીધો હતો. (અહેવાલઃ વિનુજોષી- તસ્વીર- મુકેશ વાઘેલા- જૂનાગઢ)
(11:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
