News of Thursday, 25th December 2025
ઠંડીમાં વધારોઃ ગિરનાર ૮, નલીયામાં ૧૦.૩ ડીગ્રી
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં મોડી રાત્રીના અને વહેલી સવારે ઠંડીની અસર વધુ

રાજકોટ તા. રપ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીમાં વધારો થયેલ છે આજે ગીરનાર ઉપર ૮, નલીયામાં ૧૦.૩, રાજકોટમાં ૧૪.ર, જામનગરમાં ૧૪ ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.
જુનાગઢ
(વિનુ જોશી દ્વારા) જુનાગઢ :.. સવારના તાપમાનમાં વધારો થતા ગિરનાર પર લઘુતમ તાપમાન વધીને ૮ ડિગ્રી નોંધાયું હતુ.
ગિરનાર પર્વત ઉપર ગઈકાલે ૭.૯ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયા બાદ આજે સવારે સામાન્ય વધારા સાથે લઘુતમ તાપમાન ૮ ડિગ્રી નોંધાયું હતુ.
જૂનાગઢમાં ૧૩ ડિગ્રી તાપમાન રહેવાની સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૨ ટકા રહેતા ગુલાબી ઠંડી રહી હતી. સવારે પવનની ઝડપ વધીને ૨.૮ કિલોમીટરની થઈ ગઈ હતી.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર :.. બાજરા સંશોધન કેન્દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ૧૪, મહત્તમ તાપમાન ર૯, ભેજનું પ્રમાણ ૬૩ ટકા, પવનની ગતિ પ.ર કિ. મી. છે.
કયાં કેટલી ઠંડી
શહેર લઘુતમ તાપમાન
ગિરનાર ૮.૦ ડીગ્રી
અમદાવાદ ૧૬.૪ ડીગ્રી
અમરેલી ૧૧.૮ ડીગ્રી
બરોડા ૧૩.૪ ડીગ્રી
ભાવનગર ૧પ.૮ ડીગ્રી
ભુજ ૧૩.૮ ડીગ્રી
ડીસા ૧૩.૧ ડીગ્રી
દીવ ૧૬.૪ ડીગ્રી
દ્વારકા ૧૮.૧ ડીગ્રી
ગાંધીનગર ૧પ.૦ ડીગ્રી
જામનગર ૧૪ ડીગ્રી
કંડલા ૧પ.૬ ડીગ્રી
નલિયા ૧૦.૩ ડીગ્રી
અોખા ર૦.૯ ડીગ્રી
પોરબંદર ૧પ.૪ ડીગ્રી
રાજકોટ ૧૪.ર ડીગ્રી
સુરત ૧૮.ર ડીગ્રી
વેરાવળ ૧૮.પ ડીગ્રી
(1:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
