<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th December 2025

જામનગરમાં નાતાલની ઉજવણીઃ ચર્ચમાં રોશનીનો ઝગમગાટ

 

જામનગરઃ ઈશુ જન્‍મ એટલે કે, નાતાલ ખ્રિસ્‍તી ધર્મના સ્‍થાપક જીસસ ક્રાઈસ્‍ટના જન્‍મ દિવસની ઉજવણી. ખ્રિસ્‍તી પરંપરા અનુસાર, જીસસ ક્રાઈસ્‍ટનો જન્‍મ બેથલેહેમમાં વર્જિન મેરી અને જોસેફના ઘરે થયેલ હતો. ઈશુ જન્‍મ ખ્રિસ્‍તી ધર્મનો અત્‍યંત મહત્‍વપૂર્ણ અને પવિત્ર દિવસ માનવામાં આવે છે. આ દિવસ પ્રેમ, શાંતિ, સહાનુભૂતિ અને માફીના સંદેશાનું પ્રતિક છે. દર વર્ષે ૨૫ ડિસેમ્‍બરના રોજ નાતાલની ઉજવણી વિશ્વભરમાં તથા જામનગરના ચર્ચોમાં પણ ઉત્‍સાહભેર કરવામાં આવે છે. ચર્ચોમાં ખાસ પ્રાર્થના સભાઓ યોજાય છે, ગીતો ગવાય છે, લાઈટો થી શણગાર કરવામાં આવે છે અને જેસુસ ક્રાઈસ્‍ટના જન્‍મની યાદમાં ભક્‍તિપૂર્વક કાર્યક્રમો યોજાય છે. બાળકોને ભેટો આપવામાં આવે છે અને પરસ્‍પર શુભેચ્‍છાઓ વહેંચવામાં આવે છે. નાતાલનો આ પવિત્ર તહેવાર ખ્રિસ્‍તીઓ માટે માત્ર ધાર્મિક નહીં પણ માનવતા, એકતા અને પ્રેમનો સંદેશ આપે છે. ( અહેવાલઃ મુકુંદ બદીયાણી-તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)

(12:13 PM IST)