<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th December 2025

મુન્‍દ્રામાં ઝૂંબેશઃ પોર્ટ તરફ જતા માર્ગ ઉપરના ૫૦ દબાણો હટાવાયા

 

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.ર૫: કચ્‍છમાં મુન્‍દ્રા પોર્ટ ઉપરાંત આસપાસ વધી રહેલ ઔદ્યોગિકકરણના પગલે શક્‍તિ નગરથી રાશાપીર સર્કલ સુધી દરરોજ નાના મોટા હજારો વાહનોની સતત અવર જ્‍વર રહે છે. અવારનવાર સવાર સાંજ આ વિસ્‍તારમાં વાહનોનો ટ્રાફિક જામ સર્જાય છે. આજે આર એન બી અને મુન્‍દ્રા પોલીસ ની ઉપસ્‍થિતિ માં શક્‍તિ નગર થી રાશાપીર સર્કલ સુધી ટ્રાફિકને અડચણ રૂપ નાના મોટા કાચા અંદાજે ૫૦ જેટલા દબાણો દૂર કરાયા હતા. માર્ગ મકાન વિભાગના અધિકારી ફેનિસભાઈ શેઠિયાએ માહિતી આપતાં જણાવ્‍યું હતું કે મુન્‍દ્રા પોલીસની ટીમને સાથે રાખી શક્‍તિ નગર થી ટ્રાફિકને અડચણરૂપ એવા દબાણોમાં નાના મોટા બોર્ડ, નિયમ મુજબ નડતર રૂપ એવી કેબીનો હટાવવા ની કામગીરી નો પ્રારંભ કરાયો હતો. તેમજ કાચી પાકી કેબીનની બહાર નિયમ વિરુદ્ધના દબાણો જેસીબીથી દૂર કરાયા હતા. દરમ્‍યાન અમુક દબાણકારો સ્‍વૈછીક દબાણો દૂર કરતા જોવા મળ્‍યા હતા. શેઠિયાએ જણાવ્‍યું હતું કે શક્‍તિ નગરથી ઝીરો પોઇન્‍ટ અને ઝીરો પોઇન્‍ટથી રાશાપીર સર્કલ વચ્‍ચે ના દબાણો દૂર કરાયા હતા.

મુન્‍દ્રા પોલીસ મથક ના પી.આઈ. આર.જે. ઠુંમ્‍મર ના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ ગોસ્‍વામી, ઝીરો પોઇન્‍ટ પોલીસ મથકના જયેન્‍દ્રસિંહ ઝાલા, સંજયસિંહ જાડેજા, હર્ષદ રાવલ, જતીન ચૌહાણ અને પોલીસ ટીમ એ દબાણ હટાવ સમયે સજ્જડ બંદોબસ્‍ત ગોઠવ્‍યો હતો. (તસ્‍વીરોઃ રાજ સંઘવી, મુન્‍દ્રા)

(11:35 AM IST)