<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th December 2025

વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સઃ કારણે જ થાય છે ઠંડીમાં વધ-ઘટ

કાશ્‍મિર લદ્દાખ પરથી હાલ જ એક વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સ પસાર થયું, ફરી તેની પાછળ એક પછી એક, બે પસાર થશે

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા. રપઃ એક ડબલ્‍યુ ડી હાલ જ કાશ્‍મિર-લેહ-લદ્દાખ પરથી પસાર થઇ ગયા બાદ તેની પાછળ વધુ એક ડબલ્‍યુ ડી ર૭ તારીખે તેનો પ્રભાવ કાશ્‍મિર આસપાસ પાથરશે. તેમ આઇએમડી દ્વારા જાહેર કરાયું છે. ત્‍યારબાદ તેની પાછળ આવી રહેલ વધુ એક ડબલ્‍યુ વર્ષ ર૦રપના અંતિમ દિવસે અને નવા વર્ષના પ્રારંભે કાશ્‍મિર અને ઉત્તરના અન્‍ય રાજયોમાં બરફવર્ષા વરસાવશે.

આ સિસ્‍ટમો પヘમિ તરફથી આવતી હોઇ, તેને પヘમિી વિક્ષોભ નામ અપાયું છે. અંગ્રેજીમાં તેને વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સ કહે છે અને શોર્ટમાં તેની ઓળખ છે ડબલ્‍યુ ડી. પુરો શિયાળો ડબલ્‍યુ ડી પસાર થતા રહેવાના. ગુજરાતમાં ઠંડીની વધ-ઘટ સાથે તેનો સીધો સંબંધ કેમ રહે છે? તે જાણીએ તો...

ચોમાસા સમયે દક્ષિણથી ઉત્તર તરફના પવનો હોય છે. જયારે શિયાળે ઉત્તરથી દક્ષિણ તરફ પવનો વહે છે. ઉત્તરના રાજયોમાં પસાર થતાં આ ડબલ્‍યુ ડી થી થયેલ બરફ વર્ષાને પગલે ઉત્તરના ઠંડાગાર પવનો ગુજરાત તરફ વહે છે અને અહીં ઠંડીમાં તોતીંગ વધારો થઇ જતો હોય છે. ઉદાહરણ સમજીએ તો એક ડબલ્‍યુ ડી કાશ્‍મિર પરથી પસાર થાય છે ત્‍યારે પવનની દિશા આ ડબલ્‍યુ ડી ની સીસ્‍ટમ ફેરવી નાખે છે અને ઉત્તર તરફથી ગુજરાતમાં આવતા ઠંડા પવનો અટકી જાય છે એટલે આપણે ઠંડી ઘટી હોવાનો અનુભવ કરીએ છીએ. પણ જેવું એ ડબલ્‍યુ ડી કાશ્‍મિર પરથી પસાર થઇ પૂર્વાત્તર રાજયો તરફ સરકે છે ત્‍યારે ફરી ઉત્તરના પવનો ગુજરાત તરફ વહેતા થાય છે. જે થયેલી બરફ વર્ષાને કારણે વધુ ઠંડા હોય છે અને ગુજરાતમાં ફરી ઠંડીમાં તોતીંગ વધારો જોવા મળે છે. આમ જયારે ડબલ્‍યુ ડી કાશ્‍મિર પર હોય ત્‍યારે આપણે ઠંડી થોડી ઘટે અને ત્‍યાંથી પસાર થતાં જ ઠંડીનું પ્રમાણ આપણે વધી જતું હોય છે.

(11:37 AM IST)