<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th December 2025

કચ્છમાં મુન્દ્રા પોલીસ દ્વારા મેગા રક્તદાન કેમ્પનું આયોજન: ૩૪૫ યુનિટ રક્ત એકત્ર કરાયું

રક્તદાન કેમ્પ માં મુન્દ્રા પોલીસ મથકનો પ્રાંગણ રક્તદાતાઓની ભીડ ના કારણે ટૂંકું પડ્યું

(વિનોદ ગાલા દ્વારા ભુજ) કચ્છમાં મુન્દ્રા પોલીસ સ્ટાફ તેમજ વિવિધ સંસ્થા ઓના સહયોગથી પોલીસ મથક માં રક્તદાન કેમ્પ યોજાયો હતો. જેમાં રક્ત દાતાઓ ટૂંકી જાહેરાતમાં બહોળી સંખ્યામાં જોડાયા હતા. મુન્દ્રા ડીવીઝનના એ એસ પી ગૌતમ વિવિકાનંદન, મુન્દ્રા પી.આઈ. રાકેશ ઠુંમર, પ્રાગપર પોલિસ મથક ના પી.આઈ. ડી.ડી. સિમ્પીએ જાતે રક્ત દાન કરી લોકોને પ્રેરણા પુરી પાડી હતી. આ કેમ્પમાં મુન્દ્રા શહેર તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના લોકો તેમજ અન્ય રાજ્યના પર પ્રાંતિય લોકો બહોળી સંખ્યા માં જોડાયા હતા તેમજ ૩૪૫ યુનિટ રક્ત એકત્રિત થયું હતું.
આ કેમ્પ માટે ડીપી વર્લ્ડ ના શ્રીમતી જૈન અને શિવભદ્ર સિંહ જાડેજા, મારવાડી યુવા મંચ અને એમ કંસ્ટ્રકશન નો સહયોગ રહ્યો હતો
ભુજ ની અદાણી જી કે જનરલ હોસ્પીટલ ના ડો.જય પટેલ અને બ્લડ બેન્ક ની ટીમ એ જહેમત ઉઠાવી હતી.
આજના રક્તદાન પ્રસંગે પી આઈ રાકેશ ઠુંમ્મર એ જણાવ્યું હતું કે, ભુજ બી ડીવીઝન માં નોકરી દરમ્યાન ડો સુમન એ જણાવ્યું કે જનરલ હોસ્પિટલમાં લોહી ની અછત છે એટલે તાત્કાલિક આ આયોજન કર્યું. રક્તદાતા એ આજના હીરો છે. રક્તદાન મારા માટે ખુબ જ અગત્યનું છે એવું જણાવતા પીઆઈ ઠુંમરે જણાવ્યું હતું કે મેં ૩૫ વાર રક્તદાન કર્યું છે. તેમણે દરેક વ્યક્તિ ને રક્તદાન કરવા અપીલ કરી હતી..
પ્રાગપર પોલીસ મથક ના પીઆઈ ડી.ડી. સિમ્પી એ રક્ત દ્વારા આપણે કોઈની જિંદગી બચાવી શકીએ છીએ એટલે રક્તદાનનું કરવું એ મહત્વનું છે. રક્તદાન કેમ્પના આયોજન દ્વારા મુન્દ્રા પોલીસે પોલીસ પ્રજાનો મિત્ર છે એ સૂત્ર સાર્થક કર્યું હતું. એ.એસ.પી. ગૌતમ વિવેકાનંદ એ ૩૪૫ યુનિટ રક્ત એકત્ર થયું એ બદલ સૌ રક્તદાતાઓનો આભાર માન્યો હતો. જન સેવા એ જ પ્રભુ સેવા છે એવું ઉમેરી તેમણે પોલીસ કર્મીઓને લોકોને મદદરૂપ બનવા અપીલ કરી હતી. એએસપી ગૌતમ વિવેકાનંદન એ પણ જાતે રક્તદાન કર્યું હતું. આજના પ્રસંગે મુન્દ્રા બારોઇ નગરપાલિકા પ્રમુખ રચનાબેન જોશી, શહેર ભાજપના પ્રમુખ અરવિંદ પટેલ, ભોજરાજ ગઢવી, ધમભા ઝાલા, કિશોરસિંહ પરમાર, લાલુભા પરમાર, સુધરાઈ ના વિપક્ષી નેતા ઇમરાન જત, દેવેન્દ્ર સિંહ જાડેજા, જાવેદ પઠાણ તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા..
આ પ્રસંગે ધ્રબ ના સરપંચ અસલમ તુર્ક, સમાઘોઘા ના સરપંચ એચ.વી. જાડેજા તેમજ વિવિધ ગામના સરપંચો, આગેવાનો તેમજ પ્રજાજનો બહોળી સંખ્યા માં હાજર રહ્યા હતા..
આજના રક્તદાન કેમ્પ માં મુન્દ્રા પોલીસ મથક નો પ્રાંગણ રક્તદાતા ઓની ભીડ ના કારણે ટૂંકું પડ્યું હતું.
આ પ્રસંગે મુન્દ્રા પોલીસ મથક ના પીએસઆઈ ગોસ્વામી, પીએસઆઈ ઠાકોર અને પીએસઆઈ ડામોર તેમજ સમસ્ત પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો. (તસ્વીરો: રાજ સંઘવી, મુન્દ્રા)

(6:47 PM IST)