News of Thursday, 25th December 2025
જામનગર જિલ્લા કક્ષાનો કૌશલ્ય ઉત્સવ
જામનગરની ડી.સી.સી. હાઇસ્કુલ પ્રથમ સ્થાને વિજેતા: રાજય કક્ષાએ લેશે ભાગ

જામનગર જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી તેમજ સમગ્ર શિક્ષા કચેરીના સંયુક્ત ઉપક્રમે તાજેતરમાં એલ.જી. હરિયા સ્કૂલ ખાતે યોજવામાં આવેલા જિલ્લા કક્ષાના કૌશલ્ય ઉત્સવમાં જામનગરના વિદ્યોતેજક મંડળ સંચાલિત ડી.સી.સી. વિવિધલક્ષી હાઇસ્કુલ અને એન.ડી .શાહ હાયર સેક્ધડરી વિદ્યાલયના વિદ્યાર્થીઓએ ભાગ લઈ AI BASED COMPUTER PROJECTમાં જામનગર જિલ્લામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી શાળાનું તથા સંસ્થાનું ગૌરવ વધાર્યું છે. આ પ્રોજેક્ટમાં માર્ગદર્શક શિક્ષક મીનલબેન મારૂના માર્ગદર્શન હેઠળ ધોરણ 11 ના બે વિદ્યાર્થીઓ શિર જયેશ જયંતીભાઈ અને મારુ રોહિત શૈલેષભાઈ એ પ્રતિનિધિત્વ કર્યું હતું.
આ પ્રોજેક્ટને આ પ્રથમ નંબરની સફળતા અપાવી હતી. હવે રાજ્યકક્ષાએ તેઓ જામનગર જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. શાળાના આચાર્ય સંજયભાઈ દત્તાણી તેમજ વિદ્યોતેજક મંડળના તમામ ટ્રસ્ટી મંડળનું માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું તથા તમામ ટ્રસ્ટીઓએ શુભકામનાઓ પાઠવી હતી.
(7:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
