કચ્છનો જિલ્લાકક્ષાનો બેંકર્સ વર્કશોપ કેડીસીસી બેંક ભુજ ખાતે યોજાયો : બેંક લીંકેજ તેમજ સ્વસહાય જૂથોને માઇક્રો ફાયનાન્સમાં બેંકની ભૂમિકા અંગે વિસ્તૃત ચર્ચા
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા જારી કરવામાં આવેલા DAY -NRLM સર્ક્યુલર બાબતે સમીક્ષા કરીને બેંક બ્રાંચ કક્ષાએ તેનું અમલીકરણ કરવા સૂચના આપવામાં આવી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તઃ.૨૬ : કચ્છમાં ભુજ ખાતે કેડીસીસી બેંકના કોન્ફરન્સ હોલમાં જિલ્લાકક્ષાના એકદિવસીય બેંકર્સ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં કચ્છ જિલ્લામાં કાર્યરત વિવિધ બેંકમાંથી ૫૮ બેંક મેનેજર, રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન(NRLM) જિલ્લા અને તાલુકાનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.
NIRD, હૈદરાબાદથી આવેલા NRP ડૉ. શર્મા દ્વારા NRLM બેંક લીંકેજ તેમજ સ્વસહાય જૂથોને માઇક્રો ફાઇનાન્સમાં બેંકની ભૂમિકા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા જારી કરવામાં આવેલા DAY -NRLM સર્ક્યુલર બાબતે સમીક્ષા કરીને બેંક બ્રાંચ કક્ષાએ તેનું અમલીકરણ કરવા સૂચના આપવામાં આવી હતી.
આ એક દિવસીય બેંકર્સ વર્કશોપમાં KDCC બેંકના ચેરમને દેવરાજભાઈ ગઢવી, નાબાર્ડના ડીડીએમ નીરજ કુમાર, લીડ બેંક ડિસ્ટ્રીક્ટ મેનેજર મિતેશ ગામીત, ડીઆરડીએના ડીએલએમ ભાવિન સેંઘાણી, કેડીસીસી બેંકના સીઈઓ તુષાર પટ્ટણી, એનઆઈઆરડી હૈદરાબાદના અધિકારી અનીલ શર્મા સહિત અધિકારીશ્રીઓ, બેંકર્સ ઉપસ્થિત રહ્યા હતા.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
