<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th December 2025

લોધીકાના ઢોલરા ગામે ૧૮ વર્ષની બંસી ચાંડપાનો એસિડ પી આપઘાત

સારવાર દરમિયાન રાજકોટમાં દમ તોડયોઃ કારણ અકળ

 

રાજકોટ તા. ૨૬: લોધીકાના ઢોલરા ગામે રહેતી યુવતિએ એસિડ પી લેતાં સારવાર માટે રાજકોટ ખસેડાઇ હતી. પરંતુ અહિ મોત નિપજતાં પરિવારમાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી.

જાણવા મળ્‍યા મુજબ ઢોલરા ગામે રહેતી બંસી સુનિલભાઇ ચાંડપા (ઉ.વ.૧૮)એ પંદર દિવસ પહેલા ઘરે એસિડ પી લેતાં ઉલ્‍ટીઓ કરવા માંડતા પરિવારજનોને ખબર પડતાં ટંકારા હોસ્‍પિટલમાં અને  ત્‍યાંથી રાજકોટ ખાનગી હોસ્‍પિટલમાં દાખલ કરી હતી. વધુ સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ આજે સવારે મોત થતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે શાપર પોલીસને જાણ કરી હતી.

આપઘાત કરનાર બંસી ત્રણ બહેનમાં નાની હતી. તેના પિતા કારખાનામાં મજૂરી કરે છે. આપઘાતનું કારણ પરિવારજનો જાણતાં ન હોઇ શાપર પોલીસે તપાસ યથાવત રાખી હતી. (૧૪.૫)

(11:03 AM IST)