News of Friday, 26th December 2025
ચોટીલાના મેવાસામાં સોલાર પ્રોજેક્ટની સાઇટ પર મારામારી

રાજકોટ તા. ૨૬: ચોટીલાના સુખપર ગામે રહેતાં મુળ યુપીના કપીલ મોતીલાલ યાદવ (ઉ.વ.૨૪)ને તે મેવાસામાં સોલાર પ્રોજેક્ટની સાઇટ પર કામ કરતો હતો ત્યારે ત્યાં હાજર મહેન્દ્ર નામના શખ્સે કામમાં ધ્યાન આપવા બાબતે બોલાચાલી કરી પાઇપથી માર મારતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં ચોટીલા પોલીસને જાણ કરાઇ હતી. કપીલના કહેવા મુજબ પોતે અને બીજા મજુરો જમવાનું પણ પડતું મુકીને કામ પુરૂ કરવામાં લાગ્યા હતાં. આમ છતાં મહેન્દ્રએ કામ બાબતે ખોટો ઝઘડો કરી હુમલો કર્યો હતો. પોલીસે તપાસ હાથ ધરી છે. (૧૪.૫)
(11:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
