<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th December 2025

વાંકાનેર હસનપરમાં ખેતરમાં ભેલાણ મામલે અમરા અને ગોવિંદનો એકબીજા પર હુમલો

અમરાના ખેતરમાં ગોવિંદે એરંડાના પાકમાં બકરા મુકી દેતાં ડખ્‍ખો

 

રાજકોટ તા. ૨૬: વાંકાનેરના હસનપરની શક્‍તિ સોસાયટીમાં રહેતાં અમરાભાઇ ટીડાભાઇ સરૈયા (ઉ.વ.૩૬) પોતે વાડી વાવવા રાખી હઓઇ ત્‍યાં હતાં ત્‍યારે ગામના જ ગોવિંદ ધનજીભાઇ વાજેલીયા (ઉ.વ.૨૧) સાથે માથાકુટ થતાં ગોવિંદે પાઇપથી હુમલો કરી પાણાના ઘર કરી ઇજા કરતાં અમરાભાઇ વાંકાનેર સારવાર લઇ રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થયા છે.

બીજી તરફ ગોવિંદ વાજેલીયા પણ પોતાને અમરાભાઇએ હાથમાં પહેરવાના કડાથી અને પાઇપથી માર માર્યાની ફરિયાદ સાથે રાજકોટ દાખલ થતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે વાંકાનેર પોલીસને જાણ કરી હતી.  અમરાભાઇના કહેવા મુજબ તેણે ખેતર વાવવા રાખ્‍યું હોઇ તેમાં હાલ એરડાનો પાક છે. આ પાકમાં ગોવિંદે તેના સાતેક બકરા છુટી મુકી દીધા હતાં. આ બકરા તેણે બહાર કાઢયા હતાં અને બીજી વાર આવુ નહિ કરવા કહ્યું હતું. પરંતુ થોડીવાર પછી ફરીથી ગોવિંદે બકરા ખેતરમાં ઘુસાડી દેતાં તેને સમજાવવા જતાં મારામારી થઇ હતી. વાંકાનેર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. (૧૪.૫)

(11:04 AM IST)