તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 26th December 2025
ધ્રોલના સાઉન્ડ સિસ્ટમના ધંધાર્થી વિશાલ પર મોરબીમાં મામાના દિકરાનો ધોકાથી હુમલો
મામાની દિકરીને ઉછીના આપેલા રૂપિયા પાછા લેવા જતા માથાકુટ

રાજકોટ તા. ૨૦: ધ્રોલમાં સ્વામિનારાયણ પાર્કમાં રહેતાં વિશાલ અનિલભાઇ પરમાર (ઉ.વ.૨૫) નામના યુવાન પર મોરબી લાયસન્સ નગરમાં રાતે તેના મામાના દિકરા વિજય બારોટે ધોકાથી હુમલો કરી માર મારતાં મોરબી સારવાર લઇ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો છે.
વિશાલના કહેવા મુજબ તે સાઉન્ડ સિસ્ટમનું કામ કરે છે. તેણે મોરબી રહેતી મામાની દિકરી શારદાબેનને ઉછીના આઠ હજાર આપ્યા હોઇ આ રકમની હાલ જરૂર હોઇ ફોન કરતાં પૈસા લઇ જવાનું કહેવાયું હતું. આથી પોતે પૈસા લેવા મોરબી ગયો ત્યારે બોલાચાલી થતાં મામાના દિકરા વિજયે ઝઘડો કરી ધોકાથી હુમલો કરી માર માર્યો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે મોરબી એ-ડિવીઝન પોલીસને જાણ કરતાં તપાસ હાથ ધરવામાં આવી છે.
(11:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
