News of Friday, 26th December 2025
ટંકારામાં ૧૨ વર્ષના બાળકના મળમાર્ગે કુટુંબી ભાઇએ નળીથી હવા ભરી દીધી
બાળકની તબીયત ગંભીર થઇ જતાં રાજકોટ સારવાર હેઠળ

રાજકોટ તા. ૨૦: ટંકારામાં આવેલી પોલીમર્સ કંપનીમાં માતા સાથે રહેતાં મુળ યુપીના ૧૨ વર્ષના બાળકને સાંજે કંપનીના કમ્પાઉન્ડમાં મમ્મીના મામાના દિકરા ભાઇ સહિતના છોકરાઓ સાથે રમતો હતો ત્યારે એરપ્રેશરની નળી વડે રમત રમતી વખતે મળ માર્ગે નળી રાખી દઇ પ્રેશર આપી દેતાં પેટમાં હવા ભરાઇ જતાં આ બાળક બેભાન જેવો થઇ ગયો હતો. બાળકને ટંકારા સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે ટંકારા પોલીસને જાણ કરી હતી. આ બાળકના પિતા હયાત નથી. તે પાંચ ભાઇમાં બીજો છે. તેના માતા કંપનીમાં નોકરી કરી ગુજરાન ચલાવે છે.
(11:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
