News of Friday, 26th December 2025
આટકોટમાં ચુંટણીના મનદુઃખમાં વિજયભાઇ ઉપર ખૂની હૂમલોઃ બે ભાઇઓને પણ મારમાર્યો
આજે તો તને મારી જ નાંખવો છે... તેમ કહી તલવાર- છરી સાથે તૂટી પડયાઃ જીતુ દાફડા સહિત પ સામે ફરીયાદ

રાજકોટ તા.૨૬: આટકોટમાં ચુંટણીના મનદુઃખમાં યુવાન ઉપર પ શખ્સોએ તલવાર અને છરીથી ખૂની હુમલો કર્યો હતો તેમજ યુવાનના બે ભાઇઓને પણ માર મારતા ત્રણેયને હોસ્પીટલે ખસેડાયા છે.
મળતી વિગતો મુજબ આટકોટ પાંચવડા ચોકડી આંબેડકર હોલની બાજુમાં પંચરની દુકાન ધરાવતા જયેશભાઇ પ્રભુદાસભાઇ ધામલ (ઉ.૪ર) રહે. આટકોટ કૈલાશનગર એ આરોપી (૧) જીતુ સોમાભાઇ દાફડા (ર) જેસીંગ સોમાભાઇ દાફડા (૩) મોહિત ઉર્ફે ભગો જેસીંગભાઇ દાફડા (૪) જીતુભાઇ નો દિકરો કાળીયો તથા (પ) અજાણ્યો ઇસમ રહે. બાધા આટકોટ કૈલાશનગર સામે આટકોટ પોલીસ મથકમાં ફરીયાદ કરી છે.
ફરીયાદમાં જણાવ્યા મુજબ આરોીઓએ ગેરકાયદે મંડળી બનાવી સમાન ઇરાદો પારપાડવા હથીયાર ધારણ કરી ફરીયાદીએ આરોપી જુથ સામે ચૂંટણીમાં ફોર્મ ભરેલ જે બાબતનો ખાર રાખી આરોપી ફરીયાદને જમણા હાથમાં છરીનો ઘા મારી જણા હાથમાં ઇજા કરેલ હોય તથા આરોપી જેસીંગ વિજયભાઇને કહેલ કે આજ તો તને મારી નાખવો છે તેમ કહી તેના હાથમાં રહેલ તલવાર વડે મારી નાખવાના ઇરાદે માથામાં તલવારનો ઘા મારતા માથાના ભાગે ઇજા કરી ઢીકાપાટુનો મુંઢ માર મારી આરોપી સાહેદ ઉમેશભાઇને ઢીકાપાટુનો મુંઢમાર મારી જમણા પગમાં સામાન્ય ઇજા કરેલ તેમજ આરોપી મોહીતે ફરીયાદી તથા સાહેદોને જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છૂટયા હતાં.
આ હુમલામાં વિજયભાઇને ગંભીર ઇજા થતા તેમજ તેના ભાઇ ફરીયાદી જયેશભાઇ તથા ઉમેશભાઇને ઇજા થતા સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડાયા હતાં.
આ ફરીયાદ અન્વયે આટકોટ પોલીસે ઉકત પાંચેય સામે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે
(11:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
