<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th December 2025

માથાના દુઃખાવાથી કંટાળી વાંકાનેરના ચંદ્રપુરમાં વસંતનબેનની આત્‍મહત્‍યા

એસિડ પી લેતાં રાજકોટમાં મૃત્‍યુઃ પરમાર પરિવારમાં શોક

રાજકોટ તા. ૨૬: વાંકાનેરના ચંદ્રપુર ગામે રહેતાં વસંતબેન મનોજભાઇ પરમાર (ઉ.વ.૫૦) નામના મહિલાએ ૨૪મીએ ઘરે એસિડ પી લેતાં વાંકાનેર સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ આજે સવારે મોત થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

આપઘાત કરનાર વસંતબેનના પતિ ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવે છે. પરિવારજનોના કહેવા મુજબ વસંતબેનને સતત માથાનો દુઃખાવો રહેતો હોઇ સારવાર દવા કરાવવા છતાં સારું થતું ન હોવાથી કંટાળી જઇ આ પગલુ ભર્યુ હતું. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં વાંકાનેર તાલુકા પોલીસે કાર્યવાહી કરી હતી.

(11:36 AM IST)