<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th December 2025

જામનગરના પીપળી વાડી વિસ્‍તારમાં ધર્મ પરિવર્તન ? વિહિપ-બજરંગદળની ટીમો દોડી : જુઓ વિડિયો

મોટા પ્રમાણમાં બાઇબલ ગ્રંથ મળી આવ્‍યાઃ ૪૦૦ જેટલા લોકો ઉમટી પડયા હતા ક્રિશ્ચિયન મિશનરીની એમપી પાસીંગની ર કારમાં આવેલા લોકોની શંકાસ્‍પદ ભુમિકા : પોલીસ ટીમો દોડી ગઇઃ તપાસનો ધમધમાટ

જામનગર : પીપળી વાડી વિસ્‍તારમાં ધર્મ પરિવર્તનની શંકાના આધારે વિશ્વ હિન્‍દુ પરીષદ, બજરંગદળની ટીમો દોડી ગઇ હતી અને પોલીસ ટીમે તપાસ શરૂ કરી છે. (તસ્‍વીરઃ કિંજલ કારસરીયા-જામનગર)

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા.૨૬: જામનગરના પીપળીંવાડી વિસ્‍તારમાં ક્રિસમસની રાત્રીનાં ધર્મ પરિવર્તનની આશંકાના પગલે દોડધામ મચી ગઇ હતી.

પ્રાપ્‍ત માહિતી મુજબ જામનગર નજીકના પીપળી વાડી વિસ્‍તારમાં નાતાલની રાત્રીના સમયે ધર્મ પરિવર્તન માટે ૪૦૦ જેટલા લોકો એકત્ર થયા હોવાની મહીતી વિશ્વ હિન્‍દુ પરીષદ અને બજરંગદળના હોદેદારો-કાર્યકરો વાડી વિસ્‍તારમાં પહોંચી ગયા હતા.

જેથી વાડી વિસ્‍તારમાં એકત્ર થયેલા ૪૦૦ લોકોના ટોળામાં નાસભાગ મચી ગઇ હતી.

આ સાથે ક્રિશ્ચિયન મિશનરીની MP પાસિર્ંંગની બે ફોર વ્‍હીલર સાથે આવેલા લોકોની શંકાસ્‍પદ ભૂમિકાને લઈને વિશ્વ હિન્‍દુ પરિષદ બજરંગ દળના કાર્યકર્તાઓએ તપાસ હાથધરી હતી. કેક કટીંગ કરી બાઇબલ સાથે ધાર્મિક કાર્યક્રમ બાદ જમણવાર ચાલતો હતો અને  વિશ્વ હિન્‍દુ પરિષદ બજરંગ દળના કાર્યકરો પહોંચતા લોકો ભાગ્‍યા હતા.

ખેત મજૂરો અને પરપ્રાંતિય મજૂરોને ભોજન માટે તેમજ ધાર્મિક કાર્યક્રમમાં બોલાવાયા હતા. સમગ્ર મામલે જાણ થતા જ મોટી સંખ્‍યામાં પોલીસ કાફલો પહોંચ્‍યો હતો. શંકાસ્‍પદ જણાતા લોકોને પોલીસ સ્‍ટેશન લઈ જઈ પોલીસે તપાસ આરંભી છે. SOG, LCB સહિત સ્‍થાનિક પોલીસ ઘટના સ્‍થળે પહોંચી હતી. ઈનચાર્જ SP પ્રતિભા રાવ પણ પહોંચી ગયા હતા અને તપાસ શરૂ કરી છે.

આ ધર્મ પરિવર્તન માટેનો કાર્યક્રમ હતો કે અન્‍ય? તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.

 

(1:11 PM IST)