News of Friday, 26th December 2025
વાંકાનેરમાં અશ્વોની હણહણાટીઃ કેશરીદેવસિંહની અધ્યક્ષતામાં અશ્વ શોનો પ્રારંભ
અશ્વ પ્રદર્શન- રમતોત્સવ પહેલા વાંકાનેરની બજારમાં અશ્વોના કાફલા સાથે નગરયાત્રા નીકળીઃ જનમેદની ઉમટીઃ જીતુભાઇ વાઘાણી, રીવાબા જાડેજા સહિતનાની ઉપસ્થિતી

(લિતેશ ચંદારાણા- મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા.૨૬: વાંકાનેર પશુપાલન ખાતુ - કળષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ, ગુજરાત રાજયના સહયોગથી શ્રી કાઠિયાવાડી હોર્સ બ્રીડર્સ એસોસિએશન-ગુજરાત દ્વારા અશ્વ શો ૨૦૨૫-૨૬ રણજીત વિલાસ પેલેસ ગાઉન્ડ, ધોળેશ્વર મહાદેવ મંદિર પાસે, વાંકાનેર ખાતે તા. ૨૬ થી ૨૮ ડિસેમ્બર સુધી આયોજિત કરેલ છે. સને ૧૯૯૪ માં વાંકાનેર અમરસિંહજી હાઈસ્કુલ ગ્રાઉન્ડ ખાતે નામદાર મહારાણા રાજસાહેબ ડો.દિગ્વિજયસિંહજી ઝાલાના પ્રમુખ સ્થાને પ્રથમ ભવ્ય અશ્વ શોનું આયોજન કરાયુ છે.
આ આયોજનમાં પ્રથમ દિવસે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કામા અશ્વ શો-૨૦૨૫ નું ભવ્ય ઉદ્ધાટન કરવામાં આવશે. કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી ખાસ ઉપસ્થિત રહેશે.
ત્યારબાદ બીજા દિવસે રાજ્યપાલ દેવવ્રત આચાર્ય અને તા.૨૮ ના સમાપનના દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ખાસ ઉપસ્થિત રહેશે. કોરોના બાદ રાજ્ય સરકાર દ્વારા યોજાતો પ્રથમ સૌથી મોટો કામા અશ્વ શો-૨૦૨૫' છે. અને પ્રથમ વાર ૩૦૦ જેટલા અશ્વ વિવિધ કરતબ દેખાડશે.
વાંકાનેર શહેરમાં વાંકાનેરના નામદાર મહારાણા સ્વ. દિગ્વીજયસિંહ ઝાલા ની સ્મૃતિમાં સતરમો કામા અશ્વ પ્રદર્શન અને રમતોત્સવના ત્રિદિવસીય કાર્યક્રમ પુર્વ ગુરૂવારે સાંજે ચાર વાગ્યે વાંકાનેર રણજીત વિલાસ પેલેસ ગ્રાઉન્ડથી અશ્વનોની નગરયાત્રાનું પ્રસ્થાન થઇ, આ ભવ્ય શોભાયાત્રા દિનાપરા ખાતે સ્વ. અમરસિંહજી બાપુના સ્ટેચ્યુ ફરતે અશ્વો સાથે સલામી આપવામાં આવી હતી. બાદમાં અશ્વોનું આ સરઘસ મારર્કેટ ચોક ખાતે હજારોની મેદની વચ્ચે અશ્વોના કરતબો શહેરીજનોને માણવા મળ્યા હતા. આ પ્રસંગે સાંસદ કેશરીદેવસિંહ ઝાલાએ લોકોનું અભિવાદન ઝીલ્યુ હતું. બાદમાં અશ્વો સહિતનો આ કાફલો ચાવડી ચોકથી ગ્રીન ચોક આવેલ ત્યારે લોકોએ સાંસદશ્રી ને ફુલોથી વધાવ્યા હતાં. ડીજે. માં લોકસંગીતના મધુર તાલ, અશ્વની કતારબધ્ધતા, કરતબો શહેરીજનો માટે લાયક બન્યા હતાં. આ પ્રસંગે કેશરીદેવસિંહ ઝાલાની સાથે ઘોડેસ્વાર મુસ્તાક બ્લોચ સહિત મોટી સંખ્યામાં ક્ષત્રીય અગ્રણીઓ જોડાયા હતાં. આ નગરયાત્રા વેળા ભુવનેશ્વરી પીઠના પૂ. ઘનશ્યામજી મહારાજ પણ જોડાયા હતાં. અશ્વો સાથેનો આ કાફલો ગ્રીન ચોકથી સીટી સ્ટેશન રોડથી ગરાસીયા બોડીંગ થી જીનપરા, દાણાપીઠ ચોક, જવાશા રોડ, કુંભારપરા, આંબેડકર સ્ટેચ્યુ થી ફરી દિવાનપરા ચોક, ખાતે અમરસિંહજી બાપુના સ્ટેચ્યુ એ આ નગરયાત્રા સમાપન થઇ હતી.
આજે શુક્રવારે કામા અશ્વ શો-ર૦રપ નો ઉદ્્ઘાટન સમારોહમાં સાંસદ કેશરીદેવસિંહજી સાથે કેબીનેટ મંત્રી જીતુભાઇ વાઘાણી (પશુપાલન વિભાગ), રીવાબા જાડેજા, તથા અન્ય સાંસદશ્રીઓ, ધારાસભ્યો, જગ્યાધારી સંતો-મહંતો, સંસ્થાઓના પ્રમુખો, ઉદ્યોગપતિઓ અને વિશાળ સંખ્યામાં મહાનુભાવોની હાજરીમાં યોજાઇ રહ્યો છે. આજે જ ઉત્તમ કાઠીયાવાડી-મારવાડી, ઉત્તમ સિંધ્ધ સહિત વિવિધ જાતોના અશ્વોની સ્પર્ધા સાંજે છ વાગ્યા સુધી ધોળેશ્વર મહાદેવ મંદિરના મેળાના ગ્રાઉન્ડ ખાતે યોજાનાર છે. જયારે આવતીકાલે શનિવારે રાત્રે ૯-૩૦ કલાકે ભવ્ય લોકડાયરાનું મેળા ગ્રાઉન્ડ ખાતે જ આયોજન કરાયેલ છે. તા. ર૮ ને રવિવારે અશ્વ સ્પર્ધાના વિજેતાઓને ઇનામ વિતરણ તથા સમાપન કાર્યક્રમ સાંજે ચાર વાગ્યે યોજાનાર છે.
કાઠીયાવાડી અશ્વની માહિતી આપતુ પુસ્તકનું વિમોચન કરવામાં આવશે.અશ્વ શો સ્પર્ધા તા.૨૬/૨૭/૨૮ ડિસેમ્બર ૨૦૨૫ ના રોજ સવારે ૮.૩૦ કલાક થી સાંજે ૬.૦૦ કલાક સુધી ધોળેશ્વર મહાદેવ મંદિર મેળાના ગ્રાઉન્ડ ખાતે યોજાશે. ૨૭/૧૨/૨૦૨૫ ના રોજ રાત્રે ૯:૩૦ કલાકે ભવ્ય લોકડાયરો ધોળેશ્વર મહાદેવ મંદિર (મેળાના ગ્રાઉન્ડ રાખેલ છે) જેમા ગુજરાતના નામંકીત કલાકારોમાં અનુભા ગઢવી, હકાભા ગઢવી, ધવલભાઈ ગઢવી, વિજયાબેન વાધેલા, આદિત્ય ખડીયા, અનવર મીર દ્રારા ભવ્ય લોકડાયરો યોજાશે. તા.૨૮/૧૨/૨૦૨૫ ઈનામ વિતરણ મહાનુભાવોના વરદ હસ્તે થશે તથા સમાપન કાર્યક્રમ સાંજે ૪:૦૦ કલાકે યોજાશે. ૩૦૦ જેટલા અશ્વ ત્રણ દિવસના કાર્યક્રમમાં વિવિધ કરતબ બતાવશે. આ ઉપરાંત અશ્વની ખરીદીમાં રસ ધરાવતા લોકો માટે ખાસ ડિસ્પ્લે રાખવામાં આવશે.
ત્યાર બાદ વર્ષ ૨૦૨૫ માં તેમની સ્મળતીમાં ૧૭ મો કામા અશ્વ મહોત્સવ નામદાર મહારાણા રાજસાહેબ શ્રી કેસરીદેવસિંહજી ઝાલા (રાજયસભા સાંસદશ્રી) ના અધ્યક્ષ સ્થાને યોજાશે.
રાજયકક્ષાનો આ કાર્યક્રમ ગુજરાત રાજયના પશુપાલન વિભાગ તેમજ ટુરીઝમ વિભાગનાં સહયોગથી યોજાઈ રહ્યો છે. તા.૨૫/૧૨/૨૦૨૫ ના રોજ ભવ્ય અશ્વ પ્રદશન અને નગરયાત્રા સમય સાંજે ૩:૩૦ કલાકે વાંકાનેર શહેરના મુખ્યમાર્ગો પર યોજાશે. તા.૨૬/૧૨/૨૦૨૫ ના રોજ કામા અશ્વ શો-૨૦૨૫ ના ભવ્ય ઉદઘાટન સમારોહ સવારે ૮:૩૦ કલાકે ૧૭મો કામા અશ્વઅશ્વી જીતુભાઈ વાઘાણી (પશુપાલન વિભાગ) કેસરીદેવસિંહજી (રાજયસભા સાંસદ) તેમજ સાંસદો, ધારાસભ્યોઓ, જગ્યાધારી સંતો મહંતો અનેક સંસ્થાના પ્રમુખો, ઉધોગપતીઓ, અને વિશાળ સંખ્યામાં આમંત્રણને માન આપીને ઉપસ્થિત રહેનાર મહાનુભાવોની હાજરીમાં યોજાશે. ૩૧ વર્ષ બાદ વાંકાનેરમાં ભવ્ય અશ્વ શો યોજાઈ રહ્યો છે.
(2:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
